rishi kapoor demise one month riddhima kapoor remembers him
  • Home
  • Featured
  • Photos: ઋષી કપૂરના નિધનને થયો એક મહિનો, પુત્રી રિદ્ધિમાએ શેર કરી ભાવુક તસવીર

Photos: ઋષી કપૂરના નિધનને થયો એક મહિનો, પુત્રી રિદ્ધિમાએ શેર કરી ભાવુક તસવીર

 | 11:50 am IST

એક્ટર ઋષી કપૂરે દુનિયાને અલવિદા કહી તેને એક મહિનો થઈ ચુક્યો છે. આ એક મહિનો પરિવારને કાયમી યાદ રહી જશે. કોઈ સ્વજન ગુમાવીએ ત્યારે તેનુ આજીવન દુખ અને ખાલીપો રહે છે. આવુ જ હાલ કપૂર પરિવાર અનુભવી રહ્યો છે. ઋષીની પત્ની અને પુત્રી રિદ્ધિમા તેમજ જમાઈ ભરત સાહનીએ એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

રિદ્ધિમા અને ભરત ઋષીની ખુબજ નજીક હતા. જો કે વિધિની વક્રતા અંતિમ સમયે ઋષિને મળી ન શક્યા તેનો રિદ્ધિમાને કાયમી રંજ રહેશે. ભરતે ઋષી કપૂરની તેરમીના ફોટો શેર કર્યા હતા. આ તસવીરમાં ઋષી કપૂરનો ફોટો એક ટેબલ પર રાખ્યો છે, આગળ અગરબતી અને માળા ચડાવેલી છે.

રિદ્ધિમાએ જે તસવીર શેર કરી તેમાં તે પોતાની માં નીતૂ કપુર અને પિતા ઋષી સાથે ઉભી છે. આ તસવીરને શેર કરી રિદ્ધિમાએ લખ્યુ કે લવયુ પપ્પા. રિદ્ધિમાએ કેપ્શનમાં લખ્યુ કે એ વાતનું દુ:ખ ન કરશો કે તેઓ હવે આપણી વચ્ચે નથી એક મહિનો થયો તો પણ તેમની યાદ આજે પણ એટલી જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન