Rishi Kapoor returns to India from New York with Neetu Kapoor
  • Home
  • Photo Gallery
  • કેન્સરને માત આપી એક વર્ષ બાદ ઋષિ કપૂરની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જુઓ PHOTOS

કેન્સરને માત આપી એક વર્ષ બાદ ઋષિ કપૂરની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, જુઓ PHOTOS

 | 11:07 am IST

લગભગ એક વર્ષ બાદ આખરે ઋષિ કપૂર કેન્સરને માત આપીને ભારત પરત ફર્યા છે. સોમવારે રાત્રે ઋષિ કપૂર અને નીતૂ કપૂર મુંબઈ પહોંચ્યા હતા. ઋષિ કપૂર લગભગ એક વર્ષથી ન્યૂયોર્કમાં કેન્સરનું નિદાન કરાવી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેઓ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર છેલ્લા એક વર્ષથી ન્યૂયોર્કમાં હતી અને તેમની સારવાર દરમિયાન તેમની પત્ની નીતૂ કપૂર પણ ખડેપગે તેમની સાથે રહી. આ વચ્ચે કેટલીયવાર રણબીર અને આલિયા પણ તેમને મળવા જતા હતા. આ સિવાય જે કોઈ પણ સેલિબ્રિટી ન્યૂયોર્ક ગઈ, તે ઋષિ-નીતૂને મળ્યા વગર પાછી આવી નથી.

એરપોર્ટથી બહાર નીકળતી વખતે નીતૂ કપૂરે ઋષિ કપૂરનો હાથ પકડ્યો હતો. ઋષિ કપૂરે બ્લૂ ડેનિમ શર્ટ અને જિન્સ પહેર્યું હતું. મીડિયાના કેમેરાની સામે જતાં જ તેમણે સ્માઈલ પણ આપી, તેમની સ્માઈલ પરથી લાગી રહ્યું હતું કે માદરે વતન મુંબઈ પહોંચીને તેમને પણ હાશકારો થયો છે. તો જુઓ તેમના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન