ઋષિ કપૂરે જાહેરમાં યુવતી સાથે કર્યું ઉદ્ધત વર્તન, રણબીરે માફી માંગી મામલો કર્યો શાંત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઋષિ કપૂરે જાહેરમાં યુવતી સાથે કર્યું ઉદ્ધત વર્તન, રણબીરે માફી માંગી મામલો કર્યો શાંત

ઋષિ કપૂરે જાહેરમાં યુવતી સાથે કર્યું ઉદ્ધત વર્તન, રણબીરે માફી માંગી મામલો કર્યો શાંત

 | 10:48 am IST

અભિનેતા ઋષિ કપૂર આજકાલ પોતાના બેકાબૂ ગુસ્સાના કારણે વધારે ચર્ચામાં રહે છે. અવારનવાર ટ્વિટર પર કરેલી કોમેન્ટના કારણે ટ્રોલ થતાં રિષી કપૂર ફોલોવર્સને પણ ધમકાવી દેતાં હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં એક યુવતી સાથે બની હતી. મુંબઈના એક રેસ્ટોરન્ટમાં ડીનર માટે પરિવાર સાછે પહોંચેલા ઋષિ કપૂર એક યુવતી પર સેલ્ફી લેવાની સામાન્ય વાત પર ભડકી ગયો હતો. ઋષિ કપૂરના આ વર્તનના કારણે યુવતી જાહેરમાં રડી પડી હતી.

તાજેતરમાં ઋષિ કપૂર, નીતૂ કપૂર, રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર ડીનર કરવા એક રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા હતા. કપૂર પરિવારના સભ્યો જ્યારે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે એક યુવતી રણબીર અને નીતૂ કપૂર નજીક આવી અને સેલ્ફી લેવા લાગી. પરંતુ જ્યારે તેણે ઋષિ કપૂરને સેલ્ફી માટે કહ્યું ત્યારે તેમણે યુવતીને ગુસ્સામાં ના કહી. આ જવાબ સાંભળી યુવતીએ હાઉ રૂડ કહ્યું તો ઋષિ કપૂર તેના પર ભડકી ગયા અને જાહેરમાં તેના પર ગુસ્સો કરવા લાગ્યા. આ ઘટનાના કારણે યુવતી રડવા લાગી. આ મામલો વધારે ગંભીર બનતાં રણબીર કપૂરે ઋષિ કપૂરને શાંત કર્યા અને ત્યાંથી રવાના થઈ ગયા. જો કે આ ઘટના બાદ ફરી એકવાર ઋષિ કપૂર લોકોની ટીકાને પાત્ર બની ગયા છે.