rishi-kapoor-shared-viral-video-woman-looted-thief-scooty
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આ શખ્સ હવે ક્યારેય ચોરી કરવા નહીં ફરકે! મહિલા સામેેથી ડફોળ ચોરને લૂંટી ગઈ

VIDEO: આ શખ્સ હવે ક્યારેય ચોરી કરવા નહીં ફરકે! મહિલા સામેેથી ડફોળ ચોરને લૂંટી ગઈ

 | 12:19 pm IST

બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એના દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો લોકોને ખુબ હસાવી રહ્યો છે. ચોર અને મહિલાનો આ વીડિયો લોકો શેર કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે બરાબર થયું. દરેક ચોર સાથે આવું જ થવું જોઈએ.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચોર આવે છે અને બાઈક ઉભું રાખી મહિલાનો પર્સ જૂંટવવાનો પ્રયત્ન કરે છે. મહિલા અને ચોર વચ્ચે થોડો સમય ખેંચાખંચી થાય છે અને ત્યારબાદ મહિલાનાં મગજમાં અચાનક જ લાઈટ થાય છે કે જો આવો કંઈક આઈડિયા અપનાવીએ તો ચોરને સારો સબક શીખવી શકાય.

મહિલા તરત જ પર્સ જૂંટવીને બે મીટર જેટલો દૂર ઘા કરે છે. તો ચોર લાલચમાં આવી જાય છે અને પર્સ લેવા માટે દોડે છે. એટલી વારમાં તો મહિલા ચોરનું બાઈક લઈને ભાગી જાય છે અને ચોર માછું ખંજવાળતો રહે છે. જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન