Rishi Kapoor Suffering From Third Stage Cancer
  • Home
  • Entertainment
  • Bollywood
  • કપૂર ફેમિલી માટે વધુ એક દુ:ખદ સમાચાર, ઋષિ કપૂરને છે આ ગંભીર બીમારી!

કપૂર ફેમિલી માટે વધુ એક દુ:ખદ સમાચાર, ઋષિ કપૂરને છે આ ગંભીર બીમારી!

 | 9:42 am IST

બોલીવુડમાં અભિનેતા ઇરફાન ખાન અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે બાદ હવે ઋષિ કપૂર પણ મોટી બીમારીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાનને ટ્યૂમર થયું છે અને તે લંડનમાં ઇલાજ કરાવી રહ્યો છે. સોનાલી બેન્દ્રેને હાઈસ્ટેજ મેટાસ્ટેટિક કેન્સર થયું છે અને તે ન્યૂયૉર્કમાં ઇલાજ કરાવી રહી છે.

ટ્વિટ કરીને કર્યો હતો ખુલાસો

ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂર પોતાની બીમારીનો ખુલાસો કર્યા વગર 4 દિવસ પહેલા અમેરિકા ઇલાજ માટે ગયા છે. આવામાં 1 ઑક્ટોબરનાં તેમની મા કૃષ્ણાનું નિધન થયું હતુ. ઋષિ કપૂર તેમની માતાને અંતિમવાર જોઇ પણ ના શક્યા. ઋષિ કપૂર સાથે તેમની પત્ની નીતૂ સિંહ અને દીકરો રણબીર કપૂર અમેરિકામાં છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઋષિ કપૂરને થર્ડ સ્ટેજનું કેન્સર છે. કેન્સર ઉપરાંત તેમની કમરમાં દુ:ખાવાની પણ સમસ્યા છે અને આ માટે તેમના ઇલાજમાં ઘણી જ સાવધાની રાખવામાં આવી રહી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઋષિ કપૂર અભિનેત્રી જુહી ચાવલા સાથે કોઇક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તેને પણ રોકવામાં આવ્યું છે. જૂહી ચાવલા અને ઋષિ કપૂર ‘બોલ રાધા બોલ’માં એક સાથે જોવા મળ્યા હતા.

તાજેતરમાં જ થયું છે તેમની માતાનું અવસાન

ઉલ્લેખનીય છે કે હિન્દી સિનેમાનાં શૉમેન કહેવાતા રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 1 ઑક્ટોબરનાં રોજ નિધન થયું હતુ. તેઓ 87 વર્ષનાં હતા અને તેમને છેલ્લા એક મહિનાથી શ્વાસની તકલીફ હતી. સવારે પાંચ વાગ્યે તેમને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો જેનાથી તેમનું નિધન થયું હતુ. કૃષ્ણાનાં નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન