uncle shashi kapoor on 81st birth anniversary wishes rishi kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઋષિ કપૂરે શશિ કપૂરના જન્મદિવસ પર શેર કરી યાદગાર તસવીર

ઋષિ કપૂરે શશિ કપૂરના જન્મદિવસ પર શેર કરી યાદગાર તસવીર

 | 3:11 pm IST

કપૂર પરિવાર તેના કલાના હુન્નરથી દુનિયાભરમાં જાણીતો છે. રાજ કપૂરે ખુબજ અરમાન સાથે થિયેટરની સ્થાપના કરી હતી અને પેઢી દર પેઢી તેમના સંતાનોએ પણ કલા ક્ષેત્રે પોતાનું આગવુ પ્રદાન આપ્યુ હતુ. દિગ્ગજ અને દિવંગત કલાકાર શશિકપૂરનો આજે જન્મદિવસ હોવાથી તેમને આ દિવસે ખાસ યાદ કરવામાં આવી રહ્યા છે.

ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં તેની બીમારીની સારવાર કરી રહ્યા છે. આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર અવારનવાર તે પોતાની વાતો શેર કરતા રહે છે. સોમવારે ઋષિ કપૂરે પોતાના અંકલ બોલીવુડના શાનદાર અને દિગ્ગજ એક્ટર શશિકપૂરના જન્મદિવસ પર શુભેચ્છા આપતી ટ્વીટ કરી છે.

ઋષિ કપૂરે લખ્યુ કે, “Happy Birthday Shashi Uncle!” બીજી ટ્વીટમાં એક્ટરે લખ્યુ કે શશિ કપૂર તમે હતા એ પલ પરિવાર માટે કેટલો ગૌરવપૂર્ણ હતો. પરિવાર ત્રીજો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આવ્યો. જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા અંકલ, 2014માં શશિ કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવંગત સ્ટાર શશિ કપૂરને યાદ કરતા અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુ હતુ. હિંદી ફિલ્મોમાં શાનદાર ફિલ્મોમાં અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની યાદગાર જોડી રહી હતી.

આપને જણાવી દઈએ કે શશિ કપૂરે પોતાની કેરિયરની શરૂઆત પિતા પૃથ્વીરાજ કપુરની નાટક મંડળીથી કરી હતી. તેમણે પહેલી વાર 1944માં પૃથ્વી થિયેટરમાં શંકુતલા નાટકથી પોતાની અભિનય ક્ષમતા દર્શાવી હતી. એક્ટરે 150 ફિલ્મોમાં કામ કર્યુ હતુ. શશિ કપૂરે ઇંગ્લીશ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.

પોતાની શાનદાર કેરિયરમાં શશિ કપૂરે એકવાર નેશનલ એવોર્ડ, બે વાર ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યા હતા. 2011માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. વર્ષ 2017માં 79 વર્ષની ઉંમરે તેમનું દેહાંત થયુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન