રિશી કપૂરનો મોડે મોડે મિસફાયર - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS

રિશી કપૂરનો મોડે મોડે મિસફાયર

 | 4:10 am IST

સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવત આખરે આખા દેશના સિનેમાઘરોમાં રજૂઆત પામી છે અને બધા જ લોકો ફિલ્મ જોયા પછી આૃર્ય વ્યક્ત કરવા લાગ્યા છે કે આમાં વાંધાજનક તો કશું લાગતું નથી. તો પછી ફિલ્મનો આટલો હિંસક વિરોધ શાના માટે થયો હતો!

આટઆટલા તોફાનો અને ધમકીઓ વચ્ચે ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રજૂ થઈ. એ દિવસે ભયનો એવો માહોલ હતો કે ફિલ્મ માત્ર ૧૮ કરોડનો વકરો કરી શકી. ત્યારે ઘણા બોક્સઓફિસ નિષ્ણાતોએ ભવિષ્ય ભાખી દીધું કે આ ફિલ્મ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી શકવાની નથી લાગતી. પરંતુ પહેલો દિવસ તમામ સિનેમાઘરોમાં શાંતિ જળવાઈ રહી કે તરત જ બીકના માર્યા ફિલ્મ જોવા નહીં આવેલા ફિલ્મરસિયાઓ મેદાનમાં આવી ગયા અને બીજા દિવસે ૨૬ જાન્યુઆરીની રજાના દિવસે ફિલ્મનું બોક્સઓફિસ કલેક્શન ૩૬ કરોડને આંબી ગયું અને ફિલ્મની કમાણી ૫૪ કરોડની થઈ ગઈ. આ લખાય છે ત્યારે ચાર દિવસમાં કમાણી ૧૧૪ કરોડને પાર કરી ગઈ છે. હવે સોશિયલ મીડિયા પર હેશટેગ ઈન્ડિયા વિથ પદ્માવતના મેસેજ ફરતા થઈ ગયા છે.

આવા વાતાવરણમાં રિશી કપૂરે શી ખબર કેમ ટ્વિટ કર્યું છેઃ રણવીર સિંહે જાહેર કર્યું હતું કે જો કરણી સેના પદ્માવત ફિલ્મની રજૂઆત નહીં થવા દે તો તે જોહર કરી લેશે. એની સાથે રણવીર સિંહ અને કરણ જોહરનો એઆઈબી રોસ્ટનો ફોટો મૂક્યો છે. એ ફોટો બંનેએ એકબીજાને કિસ કરી હતી એની થોડીક ક્ષણ પહેલાંનો છે.

આવી ટ્વિટથી રિશી કપૂર શું કહેવા માગે છે એ કોઈને સમજાતું નથી. કદાચ રિશી કપૂર પોતે પણ નહીં સમજ્યો હોય. બે પેગ વધારાના લગાવી દીધા પછી મૂડ આવ્યો હશે કે ચલો ટ્વિટ કરતે હૈં! કરણ જોહર અને રણવીર સિંહ તો આવી વાતોને ગંભીરતાથી લેતા જ નથી. એ બંને આવી વાતોને સહજ રીતે હસવામાં કાઢી નાંખે છે. એ લોકો જાણે છે કે આવી વાતોની નોંધ સુદ્ધાં ન લેવાય એ જ યોગ્ય છે. પરંતુ રિશી કપૂરના ચાહકો જરૂર નારાજ થયા છે. એમનો માનીતો હીરો આ શું કરી રહ્યો છે એની મૂંઝવણ પણ છે અને ગુસ્સો પણ છે. રણબીર કપૂર સફળ નથી થતો એમાં રણવીર સિંહનો કોઈ હાથ નથી રિશીભાઈ!