ઊછરતાં બાળકો માટે જરૂરી છે - Sandesh
NIFTY 10,989.10 -29.80  |  SENSEX 36,500.43 +-41.20  |  USD 68.6150 +0.10
1.6M
1M
1.7M
APPS

ઊછરતાં બાળકો માટે જરૂરી છે

 | 7:13 am IST

આંખની સંભાળ

જીવન અગાઉ ક્યારે પણ નહોતું તેવું આરામદાયક બન્યું છે. આ વાત પહેલી નજરે સાચી લાગે છે આજે ધનિકવર્ગથી માંડીને મધ્યમ વર્ગ સુધીના લોકોની જીવનશૈલી ખૂબ સુધરી ગઈ છે. કારણ કે અગાઉ ક્યારેય નહોતા તેવા ગેઝેટ્સ અને ઉપકરણો હવે સૌને હાથવગા બન્યા છે.

પરંતુ સહેજ ઊંડાણથી વિચારીએ તો સમજાશે કે આરામભર્યું કે સગવડભર્યું જીવન એટલે ઓછામાં ઓછી શારીરિક પ્રવૃત્તિવાળું જીવન, બેઠાડું જીવન. આવું જીવન જો પ્રમાણભાન ભૂલે તો અભિશાપ બની શકે. તેનો સૌથી પહેલો ભોગ બને છે ઊછરતાં બાળકો. આજે શહેરોમાં અભ્યાસ કરતાં બાળકો વધુ ને વધુ સમય ઘરના ઓરડામાં પૂરાઈને ગાળે છે. ક્યાં તો ભણવાનું લેસન કરવા તથા વાંચવા-લખવા માટે, ક્યાં તો કમ્પ્યૂટર પર કલાકો સુધી કામ કરવામાં, ગેમ્સ રમવામાં અથવા ટેલિવિઝન જોવામાં.

બેઠાડું જીવનશૈલીએ હવે આપણા દેશમાં પણ પરદેશ જેમ પોત પ્રકાશવા માંડયું છે. જાણીને સૌને આૃર્ય સાથે આંચકો લાગશે કે ૧૨થી ૧૮ વર્ષના વયજૂથના વધારે ને વધારે બાળકો ‘ટૂંકી દૃષ્ટિ’ કે ‘માયોપિયા’નો ભોગ બનવા લાગ્યા છે. ચિંતાની બાબત એ છે કે, માયોપિયા જો વધતો જાય તો આખરે આંખોની રોશની બિલકુલ છીનવી લે છે.

સમગ્ર વિશ્વમાં આ મહામારીનું કારણ છે આરામભરી અને સગવડભરી-બેઠાડુ જીવનશૈલી. ભણતાં અને ઉછરતાં બાળકો પર અભ્યાસ, પુસ્તકો અને કોમ્પ્યૂટર (તથા ટેલિવિઝન)નું ભારણ એટલું બધું વધતું જાય છે તેમને ઘરની બહાર જઈ ખુલ્લામાં રમતો રમવાનો કે બગીચામાં ફરવાનો અવકાશ મળતો નથી અને પછી ઈચ્છા પણ રહેતી નથી. જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા થવાની પણ ઈચ્છા થતી નથી.

પરિણામે ખૂબ નજીકની વસ્તુઓ (પુસ્તકો ખાસ કરી કમ્પ્યૂટર અને ટી.વી.) પર સતત આંખો કેન્દ્રિત કરી રાખવામાં વિતાવે છે. આ ક્રિયાથી આંખોને વધુ પડતો શ્રમને સરભર કરવા માટે આંખોના ડોળા લાંબા થતાં હોવાનું વૈજ્ઞાાનિકો કહે છે. તેમ દૃષ્ટિને કેન્દ્રિત કરવાનું સરળ બને છે ખરું, પરંતુ તે પછી આંખોના ડોળાઓને દૂરની વસ્તુ પર કેન્દ્રિત કરવા માટે નબળા પડતા જાય છે.

માટે ચેતી જવાનો સમય પાકી ગયો છે, લાંબા લાંબા કલાકો સુધી બાળકોને વાંચતા લખતા કે કમ્પ્યૂટર પર કામ કરતા રોકો. બેશક બાળકને સારું અને પૂરતું ભણાવો. તે માટે કામ પણ કરાવો, પણ એકધાર્યું કલાકો ને કલાકો નહીં. વચમાં વચમાં કમ્પલસરી બ્રેક લેવડાવો. ગાર્ડનમાં આંટો મારવાનો કહો કે વરંડામાં થોડીવાર બેસવાનું કહો અને કામ કે ભણવાનું પત્યા બાદ બાળક ઘરની બહાર નીકળે, દોડાદોડી કરે, કોઈ ગેમ રમે તેનો ખાસ આગ્રહ રાખો.