Oil prices are matter of concern says Nirmala Sitaraman
  • Home
  • Business
  • રાહત પેકેજ બંધ કરવાની ઉતાવળ નથી, ઓઈલના ભાવ ચિંતાજનકઃ નાણાંપ્રધાન

રાહત પેકેજ બંધ કરવાની ઉતાવળ નથી, ઓઈલના ભાવ ચિંતાજનકઃ નાણાંપ્રધાન

 | 10:43 am IST
  • Share

  • ક્રૂડના વધતા ભાવ અને કોલસાની અછત અર્થતંત્રને પાટે ચઢાવવામાં ખલેલ કરશે

  • ખનિજ તેલની કિંમતો વધતી જાય છે એના કારણે અનિર્ણાકતા સર્જાઈ રહી છે

  • અર્થતંત્રની ગતિ ઝડપી બને તે માટે સરકાર બજેટનો એક ભાગ માળખાગત વિકાસમાં ખર્ચશે

ભારતને મક્કમ ડબલ ડિજિટ વિકાસના માર્ગે ચઢાવવા આપવામાં આવેલા રાહત પેકેજ પાછા ખેંચવાની સરકારને કોઈ ઉતાવળ નથી, પરંતુ સતત વધી રહેલા ખનિજ તેલના ભાવ અડચણ ઊભી કરશે તેમ નાણા પ્રધાન નિર્મલા સીતારામને ન્યૂયોર્કમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

તેમણે ઈન્ટરવ્યૂ દરમિયાન કોરોનાએ ઊભી કરેલી કટોકટીને પહોંચી વળીને આર્થિક વિકાસ સિદ્ધ કરવાના ભારતના પગલાં વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “ખનિજ તેલના વધતા જતા ભાવ અર્થતંત્રને પાટા ઉપર ચઢાવવાના આયોજનો પર અનિર્ણાયકતાનો ઓછાયો લાવી શકે. જે રીતે ખનિજ તેલની કિંમતો વધતી જાય છે એના કારણે અનિર્ણાકતા સર્જાઈ રહી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “નાણાં વિભાગની ટીમો પણ આ બાબતે સતત નજર રાખી રહી છે. જેથી વધતા જતા ભાવ ફુગાવો વધારીને સરકારી ખર્ચમાં ગાબડું ન પાડે. ચિંતા એ છે કે ક્યાં સુધી અમારી મુખ્ય અને મહત્ત્વની બાબતોને બદલે આ પ્રકારની વાતો પર ધ્યાન રાખવું પડશે તે સમજાતું નથી.”

તેમણે જણાવ્યું હતું કે, “અર્થતંત્ર ઝડપથી વિકાસના માર્ગે દોડી શકે તે માટે સરકાર બજેટનો એક ચોક્કસ ભાગ માળખાગત વિકાસમાં ખર્ચવાનું નક્કી કરી ચૂકી છે.”

ભારતની રિઝર્વ બેન્ક અને ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડને અપેક્ષા છે કે ગયા વર્ષે ૭.૩ ટકાનો ઘટાડો થયો હોવા છતાં ભારત આ નાણાકીય વર્ષમાં ૯.૫નો વિકાસ આંક સિદ્ધ કરી શકશે, પરંતુ ભારત ખનિજતેલની પોતાની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે, એવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજ તેલના રોજેરોજ વધતા ભાવ અને બીજી બાજુ દેશમાં સર્જાઈ રહેલી કોલસાની અછત ભેગા મળીને મોટી અડચણ ઊભી કરવા લાગ્યા છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો