Rising inflation of petrol and diesel, consideration of this proposal in the 45th GST Council meeting
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇ સામાન્ય પ્રજાને મળી શકે છે રાહત, સરકાર લઇ શકે છે ખાસ નિર્ણય

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇ સામાન્ય પ્રજાને મળી શકે છે રાહત, સરકાર લઇ શકે છે ખાસ નિર્ણય

 | 4:06 pm IST
  • Share

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇ સામાન્ય જનતાને રાહત મળી શકે છે. મંત્રીઓની એક પેનલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પર સિંગલ નેશનલ રેટ અંતર્ગત પેટ્રોલિયમ ઉત્પાદો પર ટેક્સ લગાવવાને લઇ વિચાર વિમશ કરી રહી છે. આ મામલે જાણકારી રાખનારાઓ અનુસાર, કંઝ્યૂમર પ્રાઇસ અને સરાકારી સ્વરાજમાં સંભવિત મોટા બદલાવને લઇ મહત્ત્વના પગલા લેવાઇ શકે છે.

શુક્રવારે લખનઉમાં યોજાનાર 45મી જીએસટી કાઉંસિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી પેનલ આ અંગે વિચાર કરશે.

કેવી રીતે થાય છે જીએસટી સિસ્ટમમાં બદલાવ?

ખરેખર જીએસટી સિસ્ટમમાં જો કોઇ બદલાવ કરવાનો હોય તો તેમા પેનલના ચારમાંથી ત્રણ લોકોના એપ્રુવલની જરૂરીયાત હોય છે. જેમા તમામ રાજ્યો અને ક્ષેત્રોના પ્રતિનિધિ શામેલ હોય છે. જોકે આ પ્રસ્તાવમાં કેટલાકે ફ્યુઅલમાં જીએસટીને સામેલ કરવાનો વિરોધ કર્યો છે કારણ કે તેમનું કહેવું છે કે, આવામાં કેન્દ્ર સરકારને આવક ઉત્પન્ન કરતું એક મોટું સાધન સોંપશે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો તોડી રહી છે કમર

નોંધનીય છે કે, આખા દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે. જેના કારણે સામાન્ય માણસ પિસાઇ રહ્યો છે. જોકે આ દરમિયાન તમને જણાવી દઇએ કે, મંગળવારે 14 સપ્ટેમ્બર 2021 કિંમતો સત્ત નવમાં દિવસે સ્થિર છે. તે છતા રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 પૈસા પ્રતિ લીટર પર છે. ત્યાં જ ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઇમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યાં જ 96.19 પૈસા પ્રતિ લીટર છે.

મોંઘા પેટ્રોલિયમ ઉત્પાદોથી ભરેલ સરકારી ખજાનો

ખરેખર સરકારનો પેટ્રોલિયમ ઉત્પાદો પર એક્સાઇઝ ડ્યુટી કલેક્શન ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ચાર મહિનામાં 48 ટકા વધ્યો છે. એટલે કે વધતી કિંમતો વચ્ચે પેટ્રોલ-ડીઝલને સરકારનો ખજાનો વધારવા મહત્વની ભૂમિકામાં છે. એપ્રિલથી જુલાઇ 2021 દરમિયાન એક્સાઇઝ ડ્યુટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ ગયો છે. જે ગત નાણાકિય વર્ષના સમાન ગાળામાં 67,895 કરોડ રૂપિયા હતો. નાણાકિય વર્ષ 2020-21માં પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર તરફથી વસૂલવામાં આવતા ટેક્સમાં 88 ટકાનો ઉછાળો નોંધાયો અને આ રકમ 3.35 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન