મથુરાનાં હેમંત બ્રિજવાસીએ જીત્યો 'રાઇઝિંગ સ્ટાર 2'નો પુરસ્કાર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મથુરાનાં હેમંત બ્રિજવાસીએ જીત્યો ‘રાઇઝિંગ સ્ટાર 2’નો પુરસ્કાર

મથુરાનાં હેમંત બ્રિજવાસીએ જીત્યો ‘રાઇઝિંગ સ્ટાર 2’નો પુરસ્કાર

 | 1:13 pm IST

સિંગિંગ રિયાલિટી શૉ ‘રાઇઝિંગ સ્ટાર 2’નો ખિતાબ હેમંત બ્રિજવાસીએ જીત્યો છે. તેને વિજેતાનાં રૂપમાં 20 લાખ રૂપિયા અને ટ્રોફી આપવામાં આવી હતી. ફાઇનલમાં હેમંતની સાથે વિષ્ણુમાયા રમેશ, રોહનપ્રીત સિંહ અને જૈદ અલી પહોંચ્યા હતા. લગભગ 3 મહીના ચાલેલા આ શૉમાં ઘણા સારા કલાકારો આવ્યા હતા. આ વખતે શૉને સંગીત જગતનાં દિગ્ગજ શંકર મહાદેવન, મોનાલી ઠાકુર અને દિલજીત દોસાંઝ જજ કરી રહ્યા હતા.

‘રાઇઝંગ સ્ટાર’નો ખિતાબ પોતાના નામે કરનાર હેમંત બ્રિજવાસીએ 2009માં ‘સારેગામા લિટિલ ચેમ્પ’ની ટ્રોફી પોતાના નામે કરી હતી. તે ‘ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ’ અને ‘જો જીતા વહી સિંકદર’નો સ્પર્ધક રહી ચુક્યો છે. હેંમત ટ્રોફી જીતે તે પહેલા જ શંકર મહાદેવને તેને પોતાની એક ફિલ્મમાં ગીત ગાવાની તક પણ આપી હતી.

સિંગિંગ રિયાલિટી શૉ ‘રાઇઝિંગ સ્ટાર 2’માં આલિયા ભટ્ટ પણ ઉપસ્થિત રહી હતી. શૉમાં તે પોતાની આગામી ફિલ્મ ‘રાઝી’નું પ્રમોશન કરવા પહોંચી હતી. આ દરમિયાન તેણે ફિલ્મનું એક ગીત પણ દર્શકો માટે ગાયું હતું. શંકર મહાદેવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આલિયા સાથે ગાયેલું આ ગીત શેર કર્યું છે.