Rising vegetable prices during the festival
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તહેવાર ટાણે મોંઘવારીનો મારઃ ગૃહિણીઓને રોવડાશે ડુંગળી અને ટામેટાની કિંમતો

તહેવાર ટાણે મોંઘવારીનો મારઃ ગૃહિણીઓને રોવડાશે ડુંગળી અને ટામેટાની કિંમતો

 | 9:03 pm IST
  • Share

  • ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ફટકો
  • ગેસ સિલિન્ડર બાદ રોવડાવશે શાકના ભાવ
  • જુઓ રાજકોટમાં શું જોવા મળી રહી છે સ્થિતિ

મોંઘવારીના મારને હજુ પણ જનતા સહન કરી રહી છે. શાકભાજી લઈને કઠોળ સુધીની વસ્તુઓના ભાવમાં કોઈ જ રાહત હાલ મળી નથી. ગુજરાતના રાજકોટની વાત કરીએ તો અહીં જ્યુબિલી શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ગત સપ્તાહની સરખામણીમાં કોઇ જ ઘટાડો થયો નથી કાગળ ઉપર ભલે મોંઘવારીમાં રાહતની વાત સામે આવતી હોય પરંતુ બજારમાં ચીજ-વસ્તુઓના ભાવમાં કોઇ જ ઘટાડો થયો નથી.

જ્યુબિલી શાકમાર્કેટમાં આવા છે શાકના ભાવ

ટામેટાના ભાવ 60 થી 70 રૂપિયા પ્રિત કિલો રહ્યો છે તો સાથે જ ફ્લાવર 90 થી 100 રૂપિયા પ્રતિ કિલોનો રહે છે. રીંગણ 80 થી 90 રૂપિયા પ્રતિ કિલો રહ્યા છે તો ગવાર 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રહેશે. ભીંડાની કિંમત 70થી 80 રૂપિયા પ્રતિ કિલોની જોવા મળી રહી છે, જેમાં કોઈ ઘટાડો થયો નથી.

આ કારણે વધ્યા છે ભાવ

કેટલાક વેપારીઓનું કહેવું છે કે વરસાદના કારણે પણ ભાવ વધી રહ્યા છે. લગભગ દરેક શાકના ભાવમાં 10 રૂપિયાથી વધારેનો વધારો જોવા મળી રહ્યો છે. મંડીમાં માલ ઓછો આવી રહ્યો છે. અમને પૂરતો માલ આપવામાં આવતો નથી. તેને સ્ટોક કરી રાખવામાં આવે છે. આ કારણે શાકના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો