ફરી એકવખત રિતેશ દેશમુખે પત્ની અને મિત્રો સાથે કરી ધૂમ મસ્તી અને ડાન્સ, વીડિયો થયો વાયરલ
બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh) એ સ્ટારમાંથી એક છે જે સોશિયલ મીડિયા (Social Media) પર વધારે એક્ટિવ રહે છે. તેમની કોઈપણ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ જાય છે. અભિનેતા અવાર નવાર ફોટો અને વીડિયો ચાહકો સાથે શેર કરતો રહે છે. માત્ર એટલું જ નહીં તે તેની પત્ની જેનેલિયયા ડિસૂઝા (Genelia D’Souza) અને મિત્રો સાથે પણ કોમેડી વીડિયો (Comedy Video) શેર કરતી રહે છે. હાલમાં રિતેશ દેશમુખે (Riteish Deshmukh) એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં અભિનેતા સ્વિમિંગ પૂલના કિનારે મિત્રો અને પત્નીની સાથે બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરની ફિલ્મ કર્ઝના સુપરહિટ સોંગ પૈસા યહ પૈસા ઉપર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન