Rituals or Wearing Methods of Pearl or Moti Gemstone
  • Home
  • Astrology
  • ચંદ્રનું મોતી ધારણ કરતા પહેલા રાખો આ વાતનું ધ્યાન નહીંતો થશે મોટુ નુકસાન

ચંદ્રનું મોતી ધારણ કરતા પહેલા રાખો આ વાતનું ધ્યાન નહીંતો થશે મોટુ નુકસાન

 | 10:00 am IST

આપણા જ્યોતિષશાસ્ત્રમાં દરેક સમસ્યાનો કોઈને કોઈ હલ છે. લોકો જ્યોતિષના કહ્યા અનુસાર અલગ અલગ રત્ન ધારણ કરતાં હોય છે. આવકને વધારવા માટે પોખરાજ તો ક્રોધને ઘટાડવા મોતી લોકો હાથ અથવા ગળામાં ધારણ કરતાં હોય છે. આવા રત્ન કોઈ નિષ્ણાંતની સલાહથી જ ધારણ કરવા જોઈએ કારણ કે જો આ રત્નનો વિપરીત પ્રભાવ વ્યક્તિ પર પડે તો જાતક પર સમસ્યાઓ આવ્યા જ કરે છે.

આ પણ વાંચો: તમારો જન્માંક દર્શાવે છે આવનારૂ ભવિષ્ય કેવુ રહેશે, જાણીલો કેવું છે તમારૂ ભાવિ

મોતી ધારણ કરવાથી વ્યક્તિનો ક્રોધ તો દૂર થાય જ છે સાથે જ જીવન પર લાગેલું ગ્રહણ પણ દૂર થાય છે. મોતી ચંદ્રનો રત્ન છે અને ચંદ્ર બ્રહ્માંડનું મન કહેવાય છે. ચંદ્ર વ્યક્તિના મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. મનની સ્થિરતા અને તેને શાંત કરવા માટે મોતી ધારણ કરવામાં આવે છે. પરંતુ મોતી ખરીદતાં પહેલા કેટલીક વાતોનું ધ્યાન અવશ્ય રાખવું. મોતી સાચું હશે તો જ તેનાથી તમને લાભ થશે. તો જાણી લો કેવી રીતે ચકાસવું મોતી સાચું છે કે નહીં.

જે મોતીમાં પરવાળા જેવી છાયા જોવા મળે તેને ધારણ ન કરવું, કારણ કે તેનાથી ગરીબી આવે છે. આવું મોતી ધારણ કરવાથી રોજગારમાં પણ સમસ્યાઓ આવી શકે છે.જે મોતીમાં માછલીની આંખ જેવી આકૃતિ બનતી હોય તેનો ઉપયોગ પણ ન કરવો. કારણ કે આવું મોતી વંશના નાશનું કારણ બની શકે છે. જે મોતીમાં અન્ય રંગનો ડાઘ દેખાતો હોય તેને પણ ન પહેરવું જોઈએ. આવું મોતી પણ અશુભ પ્રભાવ પાડે છે.

જે મોતીમાં ચમક ન હોય તેને પહેરવાથી દરીદ્રતા આવે છે. તુટેલું કે તિરાડ પડેલું મોતી પણ ન પહેરવું જોઈએ આવું મોતી રાજાને પણ રંક બનાવી દે છે.

આકારમાં ગોળ ન હોય એટલે કે લંબગોળ કે ધારદાર હોય તેવું મોતી પણ સાચું હોતું નથી. પાતળું અને પ્લાસ્ટિક જેવું દેખાતું મોતી પણ વ્યક્તિ માટે નુકસાનકારક સાબિત થાય છે. કોઇએ ધારણ કરેલ મોતી ક્યારેય હાથમાં ધારણ ન કરવુ આનાથી ખરાબ સમય શરૂ થઈ જાય છે.

આ વીડિયો જુઓ: થાક દૂર કરવા શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન