Rituraj Gaikwad, who returned from IPL 2021, received a traditional welcome
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021નો હીરો સ્વદેશ પરત ફરતા જ માતાએ કર્યું સ્વાગત

IPL 2021નો હીરો સ્વદેશ પરત ફરતા જ માતાએ કર્યું સ્વાગત

 | 5:55 pm IST
  • Share

  • IPL 2021નો ઓરેંજ કૈપ વિનર ઋતુરાજ ગાયકવાડ સ્વદેશ આવ્યો 
  • ઋતુરાજનું સ્વાગત મહારાષ્ટ્રીયન અંદાજમાં કરવામાં આવ્યું
  • ઋતુરાજ ગાયકવાડનું માતાએ કર્યું સ્વાગત

ચેન્નઇ સુપર કિંગ્સના સલામી બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ સંયુક્ત અરબ અમીરાતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના સફળ અભિયાન બાદ સ્વદેશ પરત આવી ગયો છે. સ્વદેશમાં ઋતુરાજનું પારંપરિક અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું. જે તેની માતાએ કર્યું. સોશિયલ મીડિયામાં ચેન્નઇ સુપર કિંગ્સના ઋતુરાજનો એક વેલકમ વીડિયો પોસ્ટ થયો છે. આ વીડિયોમાં ઋતુરાજ ગાડીથી પોતાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેની માતા દરવાજા પર જ નજર ઉતારીને પોતાના પુત્રનું સ્વાગત કરતી નજર આવે છે. ઋતુરાજના વેલકમનો આ વીડિયો સોશિયલ મીડિયા ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

24 વર્ષના ઋતુરાજ ગાયકવાડ આઇપીએલ ઇતિહાસમાં ઓરેંજ કૈપ જીતનાર સૌથી યુવા ખેલાડી છે. તેણે આઇપીએલની 14મી સિઝનનો અંત 635 રન સાથે કર્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સના બીજા સલામી બેટ્સમેન ફાફ ડુપ્લેસી ફાઇનલ મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ ફાઇનલમાં 59 બોલમાં 86 રન બનાવીને આઉટ થયા બાદ ગાયકવાડથી માત્ર 2 રન જ દૂર રહ્યો હતો.

ઋતુરાજ ગાયકવાડનું આઇપીએલ 2021ની આખી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું. દુબઇથી ઘરે પરત ફરતા તેનું ખુબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયો સીએઅકે સિવાય ઘણા પ્રશંસકોએ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ઋતુરાજનું સ્વાગત પારંપરિક મહારાષ્ટ્રીયન અંદાજમાં કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો