Rivaba misbehaved with police while walking in public without a mask in the Corona epidemic
  • Home
  • Gujarat
  • કોરોના મહામારીમાં જાહેરમાં માસ્ક વગર ફરતા રિવાબાએ પોલીસ સાથે કરી તકરાર

કોરોના મહામારીમાં જાહેરમાં માસ્ક વગર ફરતા રિવાબાએ પોલીસ સાથે કરી તકરાર

 | 9:32 pm IST

રાજ્યમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ ઘાતક બની રહ્યો છે, લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને સરકારી ગાઇડલાઇનનું અમલ કરવાની અપીલ કરી છે. આ દરમિયાન આડે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા આજે એક મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ જેમા કહેવામાં આવ્યું છે કે. આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. સરકાર દ્વારા લેવામા આવેલ આ નિર્ણય પ્રજાના હિત માટે લેવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસ પણ લોકોને કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવા અપીલ કરે છે અને તેનો અમલ નહી કરનારને દંડ ફટકારે છે ત્યારે દેશના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડાજાના પત્ની રિવા બા આ કાયદાનો અમલ નથી કરતા. રિવા બા આજે જાહેરમાં માસ્ક વીના ઘર બહાર નીકળ્યા હતા દરમિયાન પોલીસે તેમને રોક્યા હતા અને માસ્ક નહી પહેરેલ રિવાબાની પોલીસ સાથે તકરાર થઇ હતી. રવીન્દ્ર જાડેજાની હાજરીમાં જ રીવાબાએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું.

તમને જણાવી દઇએ કે, રિવાબા જ્યારે જાહેરમાં માસ્ક વગર નિકળ્યા ત્યારે તેમની સાથે રવીન્દ્ર જાડેજા પણ હાજર હતો અને રવીન્દ્ર જાડેજાની હાજરીમાં જ પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. જોકે ઉચ્ચ અધિકારીઓએ આ મામલો શાંત પાડ્યો હતો.

આ અગાઉ વર્ષ 2018માં રવીન્દ્ર જાડેજાની પત્નિની કાર પોલીસ કર્મીના બાઈક સાથે અથડાતાં મામલો ઉગ્ર બન્યો હતો.પોલીસ કર્મી ઉશ્કેરાઈ જઈને ક્રિકેટર જાડેજાની પત્નિ રીવાબા પર હુમલો કરતાં, અન્ય એક વ્યક્તિએ મામલો થાળે પાડયો હતો. જે બાદ જાડેજાના પત્નિ એસ.પી.કચેરીએ પહોંચી ગયા હતાં.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં કોરોનાના વધુ 1056 નવા કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન