Rivaba Speaking About Ravindra Jadeja For His Contribution in CWC19
  • Home
  • Sports
  • Cricket
  • સેમિ-ફાઇનલમાં જાડેજાને રમતો જોઇ પત્ની રિવાબાએ કહ્યું, “મારી ઇચ્છા છે કે રવિન્દ્ર…”

સેમિ-ફાઇનલમાં જાડેજાને રમતો જોઇ પત્ની રિવાબાએ કહ્યું, “મારી ઇચ્છા છે કે રવિન્દ્ર…”

 | 6:18 pm IST

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ મંગળવારનાં કહ્યું કે, હું ઇચ્છુ છું કે રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવે અને તેને જામનગર લાવે. આ અમારા માટે આનંદ અને ગર્વની પળો હશે. રિવાબાએ કહ્યું કે, “જામનગરનાં લોકો આશા કરી રહ્યા છે કે રવિન્દ્ર વિશ્વ કપની ટ્રૉફી સાથે આવે. રંજીત સિંહજી અને દીલિપ સિંહ જી પણ જામનગરથી હતા, લોકો આશા કરી રહ્યા છે કે તે જામનગર વિશ્વ કપ લઇને આવે.”

રવિન્દ્ર જાડેજાનાં ક્રિકેટ પ્રેમ વિશે કરી વાત

ક્રિકેટ પ્રત્યે જાડેજાનાં પ્રેમ અને પ્રતિબદ્ધતા વિશે રિબાવાએ કહ્યું કે, “રવિન્દ્ર ઘણા મહેનતુ છે. ભલે તેમને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે કે ના આવે, તેમનું સમર્પણ હંમેશા ઊંચા સ્તર પર હોય છે. હું તેમની પ્રતિબદ્ધતા માટે તેમને સલામ કરું છું. જ્યારે પણ તેમને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે છે તેઓ પોતાના 100 ટકા આપે છે.”

જાડેજા પ્લેઇંગ ઇલેવનમાં હોય કે ના હોય, પરંતુ 100 ટકા આપે છે

રિવાબાએ કહ્યું કે, “રવિન્દ્ર હંમેશા સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે. તે હંમેશા પોતાનો અનુભવ ટીમને આપવાનો પ્રયત્ન કરે છે. તેઓ આ માનસિકતા સાથે મેદાનમાં ઉતરે છે.” ઉલ્લેખનીય છે કે જાડેજાને વિશ્વ કપમાં વધારે તકો મળી નથી. જાડેજાને ન્યૂઝીલેન્ડની સામેની સેમિ-ફાઇનલમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે તેણે 10 ઑવરમાં 34 રન આપીને 1 વિકેટ ઝડપી છે.

આ વિડીયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન