riya chakraborty statement says that sushant singh sister fixed deposit
  • Home
  • Entertainment
  • Bollywood
  • ED દ્વારા સઘન પુછપરછમાં રિયાના ચોંકાવનારા ખુલાસા, સુશાંતની બહેનના નામે FDમાંથી કરોડો ગાયબ

ED દ્વારા સઘન પુછપરછમાં રિયાના ચોંકાવનારા ખુલાસા, સુશાંતની બહેનના નામે FDમાંથી કરોડો ગાયબ

 | 11:48 am IST

બોલિવૂડના દિગ્ગજ કલાકાર સુશાંત સિંહ રાજપૂતે અચાનક આત્મહત્યા કરી લેતા પ્રશંસકોમાં શોકની લહેર ફેલાઇ છે. સુશાંત સિંહ કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તી ચારેબાજુથી ઘેરાઇ ચુકી છે. સુશાંતના પરિવારજનોનો સતત આરોપ છે કે આ કેસમાં રિયા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

આ મામલે બિહાર પોલીસ, મુંબઈ પોલીસ CBI અને ED દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ છે. રિયા ચક્રવર્તીએ મોટી સંખ્યામાં સુશાંતના ખાતામાંથી પૈસાની હેરાફેરી કરી છે તેવુ સુશાંતના પિતાનો આરોપ છે.

હવે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન કેટલીક મહત્વની વિગતો પરથી પડદો ઉઠાવ્યો છે. સુશાંતના બેંક ખાતામાંથી આશરે 15 કરોડ રૂપિયાની હેરાફેરીથી લઇને હવે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધી તપાસનો દૌર આગળ ધપ્યો છે.

પુછપરછમાં રિયાએ જે માહિતી આપી છે તેમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટના નામે માર્ચમાં પુરા થતા નાણાંકીય વર્ષ દરમિયાન 2 કરોડ 65 લાખ ટ્રાન્સફર કર્યા છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર સુશાંતે તેની મોટી બહેનના નામે સાડા ચાર કરોડની FD કરાવી હતી. જો કે રિયાને આ વાતની જાણ થતા તેણે તેના ભાઇની સાથે મળીને અઢી કરોડની રકમ ઉપાડી લીધી આથી FDમાં બે કરોડ જ રહ્યા હતા.

આ સિવાય સુશાંતની કંપનીના હિસાબના તાળા મળતા નથી. જમા રકેમ અને શંકાસ્પદ લેતીના કેટલાયે પુરાવાઓ EDના હાથ લાગ્યા છે. રિયા આ તમામ સવાલોના જવાબ આપવામાં અચકાઇ રહી છે.

સુશાંતના પિતાએ રિયા પર હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો
આ અગાઉ સુશાંતના પિતા કે.કે.સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારા પુત્રના બેંક ખાતામાં 17 કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા 1 વર્ષમાં 15 કરોડ રૂપિયાનો ચાઉં કરવામાં આવ્યા છે. આ પૈસા જ્યાં ટ્રાન્સફર થયા તેમની સાથે મારા પુત્ર સાથે કંઈ લેવાદેવા નથી.

મારા પુત્રના તમામ ખાતાની લેતીદેતીની તપાસ થવી જોઇએ. સુશાંતે ક્રેડિટ કાર્ડથી કેટલા ઉપાડ્યા તેની તપાસ થવી જોઇએ. રિયાએ તેના પરિવાર અને સાથીદારો સાથે કેટલા પૈસાની છેતરપિંડી કરી તેની તપાસ થવી જોઈએ.

કે.કે.સિંહે એમ પણ કહ્યું હતું કે આ મામલામાં તેમને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી, તેથી તેણે બિહારમાં રિયા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. સુશાંતના CAએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે રિયાએ કેટલાક પૈસા ખર્ચ કર્યા છે પરંતુ તેના ખાતામાં કોઈ મોટી ટ્રાન્સફર થઈ નથી. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે સુશાંતની આવક એટલી નથી જેટલી તેના પરિવાર દ્વારા દાવો કરવામાં આવી છે.

આ વીડિયો જુઓ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસમાં રોડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન