Riya's name is at the forefront in the Sushant case
  • Home
  • Featured
  • PHOTOS: સુશાંત કેસમાં મોટી કૌભાડી તરીકે રિયાનું નામ આવતાં જ ભૂગર્ભમાં ઉતરી ગઈ!

PHOTOS: સુશાંત કેસમાં મોટી કૌભાડી તરીકે રિયાનું નામ આવતાં જ ભૂગર્ભમાં ઉતરી ગઈ!

 | 7:31 pm IST

બોલિવૂડ અભિનેતા સુશાંત રાજપૂતના મોતનો કેસ રોજ કંઈક નવા વળાંક લઈને સામે આવે છે. આ કેસની તપાસમાં હવે બિહાર પોલીસની એન્ટ્રી થતાં અભિનેત્રી રિયા ચક્રવર્તી ફરાર થઈ ગઈ હતી. આ પહેલાં રિયાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી દાખલ કરી હતી કે આ કેસ પટનાને બદલે મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવે.

બિહાર પોલીસની આ કેસમાં એન્ટ્રી થયાના સમાચાર સાથે જ રિયા ભૂગર્ભમાં ઊતરી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. સુશાંતના પિતા કે કે સિંઘે પટના પોલીસમાં ફરિયાદ કરતાં જ બિહાર પોલીસ મુંબઇ પહોંચી હતી. કે કે સિંઘે રિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસ મુંબઇમાં રિયાના ઘરે પહોંચે એ પહેલાં રિયા ભૂગર્ભમાં ઊતરી ગઇ હતી. પટના પોલીસ રિયાના ઘરે પહોંચી ત્યારે રિયા ત્યાં નહોતી. હવે જોવાનું રહ્યું કે આ કેસનું આખરી પરિણામ શું આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન