RJD MP reach Rajya Sabhawith Jhunjhuna during Parliament winter Session
  • Home
  • India
  • લ્યો બોલો! એક સાંસદ રાજ્યસભામાં બાળકોને રમવાનો ઘુઘરો લઈને આવ્યા

લ્યો બોલો! એક સાંસદ રાજ્યસભામાં બાળકોને રમવાનો ઘુઘરો લઈને આવ્યા

 | 8:20 pm IST

રાજ્યસભામાં આજે ગરીબ સુવર્ણોને નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવાના સંવિધાન સંશોધન બિલ પર ચર્ચા થઈ રહી છે. તે દરમિયાન એક વિચિત્ર પ્રકારની ઘટના જોવા મળી હતી. એક સાંસદ સંસદમાં બાળકોને રમવાનો ખુખરો લઈને આવ્યા હતાં.

લાલુ પ્રસાદ યાદવની આરજેડી આ બિલનો વિરોધ કરી રહી છે. આરજેડીના સાંસદ મનોજ ઝાએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, 124માં સંવિધાન સંશોધનના વિરોધમાં બોલવા ઉભો થયો છું. સદનને પણ જણાવવા માંગુ છું અને લોકોને પણ કહેવા માંગુ છું કે, અમે વિપક્ષમાં કેમ છીએ? અમે સામાજીક ન્યાય્ય અને બહુજન ચિંતન કરનારા પક્ષ છીએ. અમારા નેતાઓ જે આજે અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યાં છે તેઓ આમા સૌથી આગળ હતાં. અનેક મંજીલો બાકી હતી. એક નાની જ સફળતા હાથ લાગી હતી. તે સમયે લોકો અમને પુછતા હતાં કે તમારી પોઝિશન શું છે? અમારી પોઝિશન એ છે કે તમે બંધારણની મૂળ અવધારણાઓ સાથે છેડછાડ કરી રહ્યાં છો.

આમ અનેક મુદ્દે બોલ્યા બાદ આરજેડીના સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, હું એક વાત કહેવા માંગુ છું, કોઈ ખોટું ના લગાડતા. ખુબ જ મુશ્કેલીથી હું આ ઘુઘરો લાવ્યો છું. રંગ પણ હળતો મળતો છે. આને ઘુઘરો કહે છે. સામાન્ય રીતે આ ખખડે છે. પરંતુ હાલ આ ઘુઘરો સત્તા પ્રતિષ્ઠાન પાસે છે. આ ખાલી હલે જ છે, પણ ખખડતો નથી. અવાજ કરતો નથી.

આ ઘટનાએ સદનમાં સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સાથે જ હાસ્યનું હળવું મોજુ પણ ફરી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન