બહેન જ્હાન્વી કપૂરનાં ફૉટા પર ગંદી કોમેન્ટથી ભડક્યો અર્જુન કપૂર - Sandesh
  • Home
  • Photo Gallery
  • બહેન જ્હાન્વી કપૂરનાં ફૉટા પર ગંદી કોમેન્ટથી ભડક્યો અર્જુન કપૂર

બહેન જ્હાન્વી કપૂરનાં ફૉટા પર ગંદી કોમેન્ટથી ભડક્યો અર્જુન કપૂર

 | 7:00 pm IST

અર્જુન કપૂરે એક ઑનલાઇન પોર્ટલને ટ્વિટ કરીને આડે હાથે લીધું છે. આ પોર્ટલે અર્જુન કપૂરની બહેન જ્હાન્વી કપૂરનાં ડ્રેસ પર ગંદી કોમેન્ટ કરી હતી. જ્હાન્વી કપૂર પોતાની બહેન ખુશી અને પપ્પા બોની કપૂર સાથે અર્જુન કપૂરનાં ઘરે ગઇ હતી. તેણે ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ પર વેબ પોર્ટલે અસભ્ય ભાષામાં હેડલાઇન લખી હતી. આ ખબરથી અર્જુન કપૂર નારાજ થયો હતો અને તેણે ટ્વિટ કર્યું હતું કે, ‘આ શરમજનક છે કે તમારી આંખો આ બધું જ જુએ છે. આ રીતે જ આપણો દેશ યુવાન મહિલાઓને દેખે છે. આ ઘણું જ શરમજનક છે.’ પોર્ટલે હવે આ ટ્વિટને ડીલીટ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે પહેલા અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરનાં સંબંધો જ્હાન્વી અને ખુશી સાથે સારા નહોતા, પરંતુ શ્રીદેવીનાં મૃત્યુ પછી આ ચારેય ભાઇ-બહેન એકબીજાની ઘણા નજીક આવ્યા છે.