RKT Market Theft Case at Surat in Gujarat
  • Home
  • Gujarat
  • સુરત: RKT માર્કેટમાં કરોડોના કાપડની ચોરી મામલે ચોકીદાર નીકળ્યો ચોર

સુરત: RKT માર્કેટમાં કરોડોના કાપડની ચોરી મામલે ચોકીદાર નીકળ્યો ચોર

 | 4:58 pm IST

સુરતમાં RKT માર્કેટમાં કાપડની ચોરી મામલે વધુ બે ચોકીદારની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચની ટીમે યુપીના મેરઠમાં 5 જગ્યાએ દરોડા પાડી બે ચોકીદારોની ધરપકડ કરી છે.

જ્યારે ક્રાઈમબ્રાંચની હજુ એક ટીમ મેરઠમાં તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે સુરતના RKT માર્કેટની 112 જેટલી દુકાનોમાંથી કરોડોના કાપડની ચોરી કરવામાં આવી હતી.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે તપાસ કરતા માર્કેટના ચોકીદારની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન