RMC Election Result 2021 Live: Know All Updates About Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • RMC Election Result: રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ, 72માંથી 68 બેઠક પર BJPનો વિજય, કોંગ્રેસને 4 બેઠક

RMC Election Result: રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ, 72માંથી 68 બેઠક પર BJPનો વિજય, કોંગ્રેસને 4 બેઠક

 | 4:25 pm IST
  • Share

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં (RMC Election Result) 50.75 ટકા મતદાન થયું છે. કોરોના કાળમાં વધુમાં વધુ મતદાન માટે 18 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના 293 ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવ્યું હતું. વર્ષ 2015ની ચૂંટણીમાં થયેલા 49.53% મતદાનથી કોરોનાકાળમાં થોડુ વધુ મતદાન થયું છે. રાજકોટમાં આજે 9 વાગ્યાથી અલગ અલગ 6 જગ્યાએ મનપાની ચૂંટણીનું મત ગણતરી કરવામાં આવશે. શહેરમાં અલગ અલગ 6 જગ્યાએ મતગણતરી કરવામાં આવશે.

જાણો પરિણામની તમામ અપડેટઃ

  • રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી પૂર્ણ
  • રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના સૂપડાં સાફ
  • 72માંથી 68 બેઠક પર ભાજપનો વિજય
  • CMના હોમ ટાઉન રાજકોટમાં ભાજપની જીત
  • રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની હાર
  • રાજકોટમાં કોંગ્રેસને મળી માત્ર 4 બેઠક
  • વોર્ડ 6માં ભાજપની તો વોર્ડ 15માં કોંગ્રેસની જીત થઈ છે. પૂર્વ નેતા વિપક્ષ કોંગ્રેસના વશરામ સાગઠિયાની જીત થઈ છે. 
  • મનપામાં કોંગ્રેસનો રકાસ થતાં જ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું મોકલ્યું છે
  • રાજકોટ મનપામાં 56 બેઠક પર ભાજપની જીત
  • રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ડાંગરની પણ હાર થઈ છે
  • રાજકોટમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે, અને મનપામાં ફરી એક વખત ભગવો લહેરાયો છે
  • રાજકોટમાં વોર્ડ નંબર 1, 4, 7, 8, 9, 10, 13, 16માં ભાજપ પેનલની જીત થઈ છે.
  • રાજકોટમાં 9 વોર્ડમાં ભાજપની પેનલની જીત
  • રાજકોટ વોર્ડ 6માં ભાજપના પેનલની જીત
  • રાજકોટ વોર્ડ 4,7 10, 13 માં ભાજપની પેનલની જીત
  • વોર્ડ 7 અને 10માં ભાજપની પેનલની જીત
  • વોર્ડ 4, 8, 9માં ભાજપની પેનલ આગળ
  • વોર્ડ 13 અને 16માં કોંગ્રેસની પેનલ આગળ
  • રાજકોટમાં 26 બેઠકો પણ ભાજપ આગળ છે, જ્યારે 6 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર અન્ય આગળ છે
  • રાજકોટમાં ભાજપમાં 6 બેઠક પર અને એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. 

રાજકોટ મનપાની ચૂંટણીમાં ગત 2015ની ચૂંટણી કરતા એક ટકા મતદાન વધ્યું છે. 2015માં મનપાની ચૂંટણીમાં 49.53 ટકા મતદાન થયું હતું. જેના પરિણામે ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠક પર જીત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન