NIFTY 10,079.30 -13.75  |  SENSEX 32,186.41 +27.75  |  USD 63.9950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જૂનાગઢમાં લગ્ન પ્રસંગ પતાવીને રાજકોટ આવતા પતિ-પુત્રનો અકસ્માત, યુવકે દમ તોડ્યો

જૂનાગઢમાં લગ્ન પ્રસંગ પતાવીને રાજકોટ આવતા પતિ-પુત્રનો અકસ્માત, યુવકે દમ તોડ્યો

 | 5:47 pm IST

જેતપુર નજીક અગમ્ય કારણોસર બાઈક ઝાડ સાથે અથડાતાં રાજકોટના પિતા-પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જયાં યુવાને દમ તોડયો હતો. બનાવની કરૃણતાં એ છે કે, કોળી પરિવારના એકના એક પુત્રની હજુ છ મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બનાવથી કોળી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મળતી વિગત મુજબ, જંગલેશ્વર, વેલનાથ ચોક-૧૧માં રહેતા ઈશ્વરભાઈ લખુભાઈ તાંબોરીયા નામના કોળી આઘેડ તેના ર૭ વર્ષીય પુત્ર ધવલ સાથે જૂનાગઢ લગ્ન પ્રસંગમાં ગયા હતા. ગુરૃવારે સાંજે પિતા-પુત્ર બાઈક પર પરત રાજકોટ આવવા નિકળ્યાં હતા. ત્યારે જેતપુર નજીક કોઈ કારણોસર ધવલ હેન્ડલ પરથી કાબૂ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં રહેલા ઝાડ સાથે અથડાયું હતુ. જેમાં બંન્નેને ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે અહીં ધવલે ટુંકી સારવારમાં દમ તોડયો હતો.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, ધવલ બે બહેનનો એકનો એક ભાઈ હતો. અને તે કારખાનામાં કામ કરતો હતો. ધવલની હજુ છ મહિના પહેલા જ સગાઈ થઈ હતી. કોળી પરિવારના આધારસ્તંભ એવા પુત્રના અકસ્માતમાં મોતને પગલે કોળી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.