પ્રાંતિજ હાઈવે ઉપર ટ્રકની ટક્કરે એસ.ટી.ની ગુલાંટ, જાન-હાની ટળી - Sandesh
  • Home
  • Gujarat
  • પ્રાંતિજ હાઈવે ઉપર ટ્રકની ટક્કરે એસ.ટી.ની ગુલાંટ, જાન-હાની ટળી

પ્રાંતિજ હાઈવે ઉપર ટ્રકની ટક્કરે એસ.ટી.ની ગુલાંટ, જાન-હાની ટળી

 | 8:25 pm IST

પ્રાંતિજના વાઘપુર રોડ પાસે ડ્રાઈવરે એસ.ટી.બસ હંકારવા ઝડપથી એક પછી એક નિર્ણય બદલતાં નેશનલ હાઈવે ૮ ઉપર દોડતી ટ્રક એસ.ટી. સાથે ટકરાઈ પડતાં રાજ્ય પરીવહન નિગમની બસ રોડ ઉપર ચત્તાપાટ થઈ જતાં મુસાફરી કરી રહેલા રપથી વધુ મુસાફરોએ મોતની કારમી ચીસ પાડી હતી. સદનસીબે એક જણને ઈજા પહોંચી હતી. પ્રાંતિજ પોલીસ પાસે ગંભીર હાદસો છતાં બપોર સુધી કોઈ વિગત ન હોવાનું જાણવા મળ્યું છે.

એસ.ટી. અમારી, સલામત સવારી..સૂત્ર સાબરકાંઠા જિલ્લામાં ખોટું ઠરી રહ્યું છે. અગાઉ વિજયનગર સહિતના વિસ્તારમાં હાદસા સર્જાયા છે ત્યારે રવિવારે પ્રાંતિજના વાઘપુર રોડ પાસે વળાંકમાં એસ.ટી.બસ હંકારવા મુદ્દે એસ.ટી. ડ્રાઈવર યોગ્ય નિર્ણય લઈ ન શક્યો જેના કારણે એસ.ટી. બસના તમામ મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ જાય તે પ્રકારની દુર્ઘટના ઘટી.

હાઈવે પર દોડતી ટ્રક એસ.ટી. બસના ડ્રાઈવરની અણઆવડતના કારણે બસ સાથે ટકરાઈ પડી અને બસ ઉંધી વળી જતાં એક તબક્કે અસંખ્ય મુસાફરોના મોતની આશંકા ઉભી થઈ હતી. પરંતુ જેમની જીવન રેખા લાંબી છે તેમને કોઈ મારનાર નથી. તમામ મુસાફરો સહિત ડ્રાઈવર-ક્લીનર સલામત રહ્યા. માત્ર એક જણને ઈજા પહોંચી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.નો સંપર્ક કરતાં આવા હાદસા અંગે જાણકારી મળી છે પરંતુ દફતર ઉપર કંઈ જ આવ્યું નથી તેમ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન