Roads on the Route of Donald Trump's Beautified with New Plants and Trees
  • Home
  • Ahmedabad
  • ટ્રમ્પને કારણે અ’વાદને મળશે ભેટ, જ્યાંથી પસાર થશે એ માર્ગ લીલીછમ્મ હરિયાળીથી હરખાઈ ઊઠશે

ટ્રમ્પને કારણે અ’વાદને મળશે ભેટ, જ્યાંથી પસાર થશે એ માર્ગ લીલીછમ્મ હરિયાળીથી હરખાઈ ઊઠશે

 | 6:40 am IST

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે AMCના શાસકો થનગની રહ્યા છે.  આ માટે ટ્રમ્પ હાંસોલ વિમાનીમથકે પગ મૂકીને જે જે માર્ગોથી નિશ્ચિત કાર્યક્રમોમાં ભાગ લેવા જાય તે તમામ ૧૩થી ૧૪ કિ.મી.ના માર્ગને આંખ અને આંતરડી ઠારે તેવી લીલીછમ્મ હરિયાળી ઊભી કરવાનો AMCએ નિર્ણય કર્યો છે અને તે હરિયાળીના કામને યુદ્ધના ધોરણે આરંભી પણ દેવામાં આવી છે.

આ બ્યૂટીફિકેશન માટે મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. ૩ લાખ ૬૯ હજારના બજેટને લીલીઝંડી આપી હતી. આમ તો હાંસોલ વિમાનીમથકથી સાબરમતી ગાંધીઆશ્રમ અને વિમાનીમથકથી મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગ પરની આ હરિયાળી માત્ર ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પૂરતી જ નહીં રહે પરંતુ એ કાયમી બની રહેશે એટલે કે, એક રીતે ટ્રમ્પની આ એક ભેટ બની રહેશે અને અમદાવાદીઓ આ માર્ગથી જ્યારે પસાર થશે ત્યારે ટ્રમ્પને યાદ કરતા રહેશે.

ક્યાંથી ક્યાં બ્યૂટીફિકેશન ? (૧) હાંસોલ વિમાનીમથકથી સાબરમતી ગાંધીઆશ્રમ, (૨) વિમાનીમથકથી મોટેરા સ્ટેડિયમ, (૩) ચીમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ અને (૪) ચીમનભાઈ પટેલ બ્રિજથી વાયા સાબરમતી, ચાંદખેડા થઈ ઝુંડાલગામ.

ખૂબસૂરતી કેવી માત્ર છોટા બડા વૃક્ષો કે ફૂલો જ નહીં પણ નવથી દસ ફૂટ ઊંચા વૃક્ષો કે, જે વૃક્ષો જોરદાર ઘટા ધરાવતા હશે તેના પાન ડાળખાં હરિયાળીથી લચતાં હશે તેવાં વૃક્ષો અને ગુલાબ, સૂરજમુખી, ચંપો, ચમેલીના ફૂલછોડ સાથે બોગનવેલ, ગુલમહોર, ઇકોમા, ટીયોખા હશે એમ લીમડા અને આસોપાલવના સંખ્યાબંધ વૃક્ષો, લીલી હરિયાળીને ઓર નિહાળશે. ચિમનભાઈ પટેલ બ્રિજથી ઝુંડાલ સર્કલ સુધી બીઆરટીએસ કોરિડોર રોડ પર બંને તરફ પ૦૦ કુંડા ગોઠવાશે ઉપરાંત હજારો રોપા મુકી ગ્રીન સ્પેસ ડેવલપ કરાશે.  આ ઉપરાંત ફલાવર શોના રોપાઓ પણ આ રૂટ ઉપર ડિસપ્લે માટે મુકવામાં આવશે.

આ વીડિયો પણ જુઓઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તૈયારીઓ પુરજોશમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન