ભાજપના કદ્દાવર નેતા અને કેન્દ્રીય મંત્રીના ઘરે જે થઈ હાથ સફાઈ, જાસૂસીની પણ આશંકા!

ચોરીની ઘટનાઓ આજકાલ સામાન્ય બની ગઈ છે. પરંતુ કોઈ કદ્દાવર નેતાના ઘરે જે હાથ સફાઈ થાય તો? અને તેમાં પણ આ નેતા કોઈ કેન્દ્રીય મંત્રી હોય તો? પરંતુ કંઈક આવું જ મોદી સરકારના મંત્રીના ઘરે બન્યું છે.
કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલના મુંબઈ ખાતે આવેલા ઘરમાં ચોરી થઈ છે. ગોયલનું આ ઘર મુંબઈના નેપ્યેંસી રોડ પર છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘરે કામ કરનારા એક નોકરે 15 કે 16 સપ્ટેમ્બરે ચોરી કરી હતી.
મુંબઈ પોલીસે દિલ્હીથી એક નોકરની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ વિષ્ણુકુમાર વર્મા હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી થોડાક પૈસા અને હાર્ડડિસ્ક મળી છે. પોલીસને આશંકા છે કે આરોપીએ પોતાના ફોનથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી કોઈને મોકલી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપી નોકર છેલ્લા 3 વર્ષથી કેન્દ્રીય મંત્રીના ઘરે કામ કરી રહ્યો હતો. હાલ આરોપીના ફોનને તપાસ માટે સાઇબર સેલ મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ ડિલિટ કરવામાં આવેલા ઈ-મૅલની રિકવરીનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, આરોપીના સાથીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન