રાજકોટની દરગાહમાં ખુલ્લેઆમ લૂંટ, મુંજાવરને જ લૂંટી લેવાયો - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટની દરગાહમાં ખુલ્લેઆમ લૂંટ, મુંજાવરને જ લૂંટી લેવાયો

રાજકોટની દરગાહમાં ખુલ્લેઆમ લૂંટ, મુંજાવરને જ લૂંટી લેવાયો

 | 5:28 pm IST

રાજકોટમાં ચોરીના બનાવો દિવસેને દિવસે એટલી હદે વધી રહ્યાં છે કે, પોલીસ પણ હવે દોડતી થઈ ગઈ છે. થોડા સમય પહેલા રાજકોટમાં એક સાથે 32 અને ત્યાર બાદ 22 જેટલી દુકાનોના તાળા તૂટ્યાના બનાવો બન્યા હતા. ત્યારે રાજકોટ શહેરમાં લુખ્ખા તત્ત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યાં છે કે, હવે આ લુખ્ખા તત્ત્વો દરગાહમાં પણ લૂંટ માટે પહોંચી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની ગેબનશાહ પીરની દરગાહમાં એક લુખ્ખાએ આતંક મચાવ્યો હતો. તેણે દરગાહના મુંજાવર પર છરીથી હુમલો કરીને 1200 રૂપિયા લૂંટ્યા હતા. તેણે છરી બાતાવીને મુંજાવરને લૂંટ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ બનાવની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના શુક્રવારે બની હતી.

13883675_1799757203594955_1

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન