અમદાવાદના પોશ વિસ્તારમાં લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમની લૂંટ ચલાવી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના પોશ વિસ્તારમાં લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમની લૂંટ ચલાવી

અમદાવાદના પોશ વિસ્તારમાં લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમની લૂંટ ચલાવી

 | 7:05 pm IST
  • Share

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર બોપલમાં લોકો હવે ઘરમાં પણ સુરક્ષિત નથી. કારણ કે પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાં લૂંટ ચલાવી હતી. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક હથિયારો વડે તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો. જોકે પોલીસ તપાસમાં લૂંટારું જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી ગ્રામ્ય પોલીસની મદદથી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

શહેરના છેવાડે આવેલા બોપલના ઈસ્કોન ગ્રીન બંગ્લોમાં ગત મોડી રાતે લૂંટનો બનાવ બન્યો હતો. લોંખડના સળીયા અને છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘરામા રહેલા પરિવારને બાનમાં લઈ લુંટારુઓએ લુંટને અંજામ આપ્યો હતો.. આશરે 1 કલાક ઘરમાં રહ્યા બાદ પરિવાર પર હુમલો કરી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમ અને મોબાઈલ, ટેબ્લેટની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પરિવારે પ્રતિકાર કરતા લુંટારુઓએ હુમલો પણ કર્યો હતો. લૂંટની આ ઘટનામાં બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

4 લુંટારૂ ટોળકીએ લુંટને અંજામ આપી ફરાર થયા બાદ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ છે. ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. ઘરની તપાસ કરતા પોલીસને શંકા છે કે લુંટારુ જાણભેદુ હોઈ શકે છે. કારણ કે ઘરના મુખ્ય દરવાજા પર ડિજિટલ લોક હતુ, માટે જ આરોપીએ મુખ્ય દરવાજાને નુકશાન પહોચાડ્યા સિવાય લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો હતો, ઉપરાંત જે રૂમમા સોના-ચાંદીનાં દાગીના અને રોકડ રકમ હતી તે રૂમમાં જ લૂંટ કરવામા આવી છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપીને સંપુર્ણ માહિતી આપવામાં આવી છે. અથવા જાણભેદુ હોઈ શકે છે.

મહત્વનુ છે કે સોસાયટીમાં સિક્યુરીટી અને સીસીટીવી બન્ને હાજર છે. ઉપરાંત દરવાજે ડિજિટલ લોક પણ મારેલુ હતુ. તેમ છતાં લુંટારુ કેવી રીતે લૂંટ કરી ફરાર થઈ ગયા. તે અંગે પોલીસ પણ મુંજવણમાં છે. ઉપરાંત આરોપી પોતાના કોઈ પુરાવા પણ મુકીને નથી ગયા. જેથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેઝ અને ચોરીમાં ગયેલા મોબાઈલના લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન