robert downey jr. took 524 crores for this film
  • Home
  • Entertainment
  • આ ફિલ્મ માટે રોબર્ટ ડાઉની જૂનિયરે લીધા 524 કરોડ રૂપિયા

આ ફિલ્મ માટે રોબર્ટ ડાઉની જૂનિયરે લીધા 524 કરોડ રૂપિયા

 | 11:34 am IST

હોલીવુડની ફેમસ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ભારતીય સિનેમાઘરોમાં નવા રેકોર્ડ બનાવી લીધા છે અને ભારતમાં જ નહીં આ ફિલ્મે હોલીવુડ તેમજ બોલીવુડ ફિલ્મોનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ફિલ્મને ભારતીય બજારમાં અદભૂત રિસ્પોન્સ મળી રહ્યો છે. અને આ વાતનો અંદાજો ફિલ્મના 5 દિવસના 200 કરોડની કમાણીથી લગાવી શકો છો.

ખાસ વાત છે કે ફિલ્મની કમાણીની સાથે ફિલ્મમાં કામ કરનારા સ્ટાર્સે પણ મોટી સંખ્યામાં કમાણી કરી છે. સૂત્રો મુજબ ફિલ્મમાં આર્યનમેનનો રોલ કરનાર રોબર્ટ ડાઉની જૂનિયરે ઈન્ફિનિટી વોર માટે 75 મિલિયન US ડોલર (524 કરોડ રૂપિયા) લીધા હતા.

જાણવા મળી રહ્યું છે કે તેમણે ફિલ્મ સ્પાઈડરમેમ હોમ કમિંગમાં કરેલા 3 દિવસનાં કામ માટે પ્રતિ દિવસના હિસાબથી 5 મિલિયન ડોલર લીધા હતા. રોબર્ટ ડાઉની જૂનિયરનો હોલીવુડમાં એવા સ્ટાર્સ સાથે સમાવેશ થાય છે જે એક ફિલ્મ માટે 20 મિલિયન ડોલર (139 કરોડ રૂપિયા) ચાર્જ લે છે. હવે તેમની ફિને લઈને તમે સરળતાથી અંદાજો લગાવી શકો છો. ફિલ્મ ભારતીય બજારમાં 200 કરોડની કમાણી કરી ચૂકી છે. જ્યારે દુનિયાભરમાં આ ફિલ્મે 8000 કરોડ જેટલી કમાણી કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન