જાપાનના કોફીબારમાં રોબોટ કરે છે કોફી સર્વ pics - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • જાપાનના કોફીબારમાં રોબોટ કરે છે કોફી સર્વ pics

જાપાનના કોફીબારમાં રોબોટ કરે છે કોફી સર્વ pics

 | 7:55 pm IST

જાપાનનાં એક કોફીબારમાં રોબોટ કોફી બનાવીને સર્વ કરે છે. કોફી માટે પોલીસી પ્રમાણે પહેલા પૈસા અને ટોકન લે છે. ટોકનમાં બારકોડ સ્કેન થયા બાદ તે કોફીમગને મશીન હેઠળ મૂકે છે. સ્ટ્રેન્જ કાફેમાં એક હાથ ધરાવતો આ રોબોટ માત્ર કોફી સર્વ જ નથી કરતો પણ દરેક મગનો હિસાબ પણ રાખે છે. આ રોબોટ ધરાવતી કંપનીનો દાવો છે કે રોબોટ માણસ કરતા સારી કોફી બનાવે છે, મશીનની મદદથી આ કોફી તૈયાર થાય છે. આ ઉપરાંત તે કોફી બિન્સને ગ્રાઇન્ડ કરે છે. મશીનમાં સામગ્રી ભરી છે અને જરૂર પડયે પીરસે છે., અહીં કોફી પીવા માટે પૈસા આપી ટોકન લેવાનું રહે છે ત્યાર બાદ કોફીની ફ્લેવર પસંદ કરવાની રહે છે.

ટોકન પર એક બાર કોડ હોય છે. જેને સ્કેન કર્યા બાદ રોબોટ પોતાનું કામ શરૂ કરે છે.આ કોફીબારમાં એક કોફીમગની કિંમત ૩૨૦ યેન છે. માત્ર કોફી ન નહીં પણ અન્ય પણ કોકટેલ, સોફ્ટડ્રિંક્સ, ચોકલેટ અને ગ્રીન ટી પણ બનાવીને પીરસે છે.દરેકના મશીન માટે ખાસ પ્રકારની સામગ્રી મશીમાં ભરવામાં આવે છે. રોબોટ બે માણસનું કામ સારી રીતે કરી શકે છે તેથી સ્ટાફના માણસોને અન્ય કામમાં રોકી શકાય છે