Robotic HR: IBM sees the value of putting AI to work in human resources
  • Home
  • Technology
  • જો તમે નોકરી છોડવાના હોવ તો સાવધાન, IBMનું સોફ્ટવેર કરશે આવી આગાહી

જો તમે નોકરી છોડવાના હોવ તો સાવધાન, IBMનું સોફ્ટવેર કરશે આવી આગાહી

 | 9:23 pm IST

શું તમને તમારી નોકરીથી નફરત છે? જો તમે આઈબીએમ કે ઇન્ટેલિજન્ટ એમ્પોયી રિટેન્શન સોફ્ટવેર સાથે સુજ્જ કંપનીમાં કામ કરતા હોવ તો બે અઠવાડિયા પહેલેથી નોટિસ આપવી બહુ જૂની વાત થઈ ગઈ છે. આઈબીએમ સીઈઓ જિની રોમેટી સાથે તાજેતરની પેનલ ચર્ચા અનુસાર આઈબીએમ દ્વારા વિકસિત કરવામાં આવેલું સોફ્ટવેર તમને કહી શકશે કે તમે ક્યારે નોકરી છોડવાના છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ઓફિસોમાં લોકો ઓછાં બીમાર પડે છે અને રજા પણ ઓછી લે છે. આ સોફ્ટવેર દ્વારા કર્મચારીઓને ખબર પડે છે કે તેઓ નોકરી છોડી રહ્યાં છે કે નહીં સાથે સાથે કંપનીના માલિકોને પણ ખબર પડે છે.

આઈબીએમ સોફ્ટવેર કંપનીને માહિતી આપે છે કે કયો કર્મચારી નોકરી છોડીને જઈ રહ્યો છે

આઈબીએમ દ્વારા તેની ઓફિસોને વધારે સ્માર્ટ બનાવાઈ રહી છે જેથી કરીને કર્મચારીઓ વધારે કુશળતાથી અને આરામથી કામ કરી શકે. આઈબીએમ સોફ્ટવેર કંપનીને માહિતી આપે છે કે કયો કર્મચારી નોકરી છોડીને જઈ રહ્યો છે, આ રીતે કંપની સમજાવીને કર્મચારીને નોકરીએ રાખે છે. કર્મચારીઓ તેમના સ્માર્ટફોનના એક એપથી આખા બિલ્ડિંગની જાણકારી મેળવી શકે છે. આ એપને કર્મચારીઓની દિનચર્યાની ખબર છે અને તેથી તમને કહી શકે કે તમારે ક્યાં બેસવાનું છે અને કયા ફ્લોર પર રૂમ બુક કરવાની છે અને ખાવાનું પણ મગાવી શકાય છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે એપને વિઝિબલ ઓન રાખવું પડશે જેથી કરીને બીજાં લોકોને ખબર પડે કે તે ઓફિસમાં છે. લોકો સારી હવા, ઓછો ઘોંઘાટ અને ઓછા ભેજમાં વધારી સારી રીતે કાર્ય કરી શકે છે.જેમ જેમ ટેક્નોલોજી બદલાઈ રહી છે તેમ તેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવી ઓફિસ બનાવાઈ રહી છે જ્યાં લોકો વધારે કુશળતાથી અને આરામથી કામ કરી શકે છે.

જર્મની અને નેધરલેન્ડમાં IBMનું સોફ્ટવેર કારગર નીવડયા

જર્મની અને નેધરલેન્ડમાં IBMનું સોફ્ટવેર કારગર નીવડયા છે. આવા ફેરફારો બર્લિનમાં ઘણી ઝડપથી થઈ રહ્યા છે, કારણ કે બર્લિન એક લોકપ્રિય સ્ટાર્ટઅપ સેન્ટર તરીકે વિકસિત થઈ રહ્યું છે, જેને કારણે ઓફિસોનું ભાડું પણ વધ્યું છે. જર્મનીએ નેધરલેન્ડ પાસેથી પ્રેરણા લીધી છે. નેધરલેન્ડમાં પણ ઘરો અને ઓફિસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે.

પ્રેડક્ટિવ એટ્રિક્શન શું છે ?

માનવ સંસાધન માટે આઈબીએમ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા એઆઈ સંચાલિત ટૂલ્સમાંનું એક ટૂલ્સ પ્રેડક્ટિવ એટ્રિક્શન છે. કંપનીએ કહે છે કે તેનું સોફ્ટવર ડેટા સેટ્સની ચકાસણી કરીને આગાહી કરી શકે છે કે કર્મચારીઓ ક્યારેક કંપની છોડીને જઈ શકે છે. આઈબીએમના સીઈઓ જિની રોમેટીએ એવુ જણાવ્યું કે સોફ્ટવેરને કારરણે કંપનીના 300 મિલિયન ડોલર બચી ગયા છે. આઈબીએમ દ્વારા વિકસિત કરવામા આવેલું સોફ્ટવેર તમે ક્યારે નોકરીથી ધરાઈ ગયા છો તેની આગાહી કરી શકે છે. કર્મચારીઓને નોકરીમાં જાળવી રાખવા માટે આ ટૂલનો ઉપયોગ કરાય છે તથા તેનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રિયાઈની રિયલ એસ્ટેટ કંપની સીએ ઇમો દ્વારા બનાવાઈ રહેલો સ્માર્ટ પ્રોજેક્ટ ક્યૂબ 2019ના અંત સુધી પૂરો થઈ જશે, તો એ જ નામની ટેક્નોલોજી કંપની એક ઓફિસસ્પેસ બનાવી રહી છે જે 2020 સુધી બનીને તૈયાર થઈ જશે. બંને ઓફિસોમાં સેન્સરોનું એક નેટવર્ક બનશે જે ગતિ, તાપમાન અને પ્રકાશમાંથી ભેજ અને કાર્બન ડાયોક્સાઇડને માપશે અને એક ક્લાઉડ પ્લેટફોર્મ સાથે જોડાયેલું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન