રોક એન રોલની શરૂઆત કરનાર ચક બેરીનું નિધન થયું

54

સંગીતની વિદ્યા મનાતી રોક એન રોલના પ્રણેતા સંગીતકાર ચક બેરીનું ૯૦ વર્ષે નિધન થયું છે. મિસૌરી પોલીસે આ વાતની જાહેરાત સોશિયલ વેબપેજ ફેસબુક પર કરી છે. પોલીસે ફેસબુક પર લખ્યું છે કે સેન્ટ ચાર્લ્સ કાઉન્ટી પોલીસ વિભાગ ખૂબ જ દુઃખદ સ્વરે જણાવે છે કે ચાર્લ્સ એડ્વર્ડ એન્ડરસન બેરીનું નિધન થયું છે. દિગ્ગજ સંગીતકાર ચક બેરીના નામથી લોકપ્રિય થનાર ચક બેરી ખૂબ જ સારા ગિટારવાદક અને ગાયક હતા. ૫૦ અને ૬૦ના દાયકામાં રોલ ઓવર બિથવોન અને સ્વીટ લિટલ સિક્સ્ટીન જેવા હિટ ગીતો માટે યાદ કરવામાં આવે છે. રોક એન રોલને એક નવો ઓપ આપનાર સંગીતકારનું રોક સંગીતમાં મહત્ત્વનું યોગદાન છે. સ્વેગર, પ્રાથમિક મેલોડિક તત્ત્વના રૂપમાં ગિટાર પર એક રફ ફોકસ અને ગીત લેખન પરની સ્ટોરીનો સમાવેશ થાય છે. મિસૌરીના સેન્ટ લુઇમાં ૧૮ ઓક્ટોબર ૧૯૨૬માં જન્મેલા ચક બેરીનું પહેલું ગીત વર્ષ ૧૯૫૫માં રિલીઝ થયું હતું. વર્ષ ૧૯૮૬માં રોક એન્ડ રોલ ઓફ ફેમમાં સામેલ થનાર ચક બેરી પ્રથમ વ્યક્તિ હતા.