Rockets Strike near US Embassy in Iraq
  • Home
  • Featured
  • ઈરાકમાં ફરી અમેરિકાના દૂતાવાસ પર રોકેટ હુમલા, મહાશક્તિને છંછેડવી પડી શકી છે ભારે

ઈરાકમાં ફરી અમેરિકાના દૂતાવાસ પર રોકેટ હુમલા, મહાશક્તિને છંછેડવી પડી શકી છે ભારે

 | 9:26 am IST

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજી ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં ફરી એકવાર ઈરાકના બગદાદ ખાતે આવેલા અમેરિકી દૂતાવાસ પર રોકેટ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાના સૂત્રોએ આ બાબતની પુષ્ટિ કરી છે.

ગત વર્ષે ઓક્ટોબર 2019થી લઈને અત્યાર સુધીમાં આ 19મો હુમલો છે. જે વિસ્તારમાં રોકેટ દાગવામાં આવ્યા છે ત્યાં અનેક એકફ્રાફ્ટ ગોઠવાયેલા હતાં. આ હુમલો ગ્રીન ઝોન વિસ્તારમાં થયો છે, જ્યાં અનેક સરકારી ભવનો આવેલા છે. 

ઈરાકના અમેરિકા સ્થિત દૂતાવાસ નજીક આજે ફરી રોકટ હુમલા કરવામાં આવતા તણાવ વધ્યો છે. જોકે આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ લીધી નથી પણ આંગળી ઈરાન તરફ જ ચિંધાઈ રહી છે. જોકે હુમલામાં કોઈ ઘાયલ કે મૃત્યુ પામ્યુ હોય તેવા અહેવાલ હજી સુધી સાંપડ્યા નથી. આ જગ્યાએ અનેક દેશોના દૂતાવાસ પણ આવેલા છે.

આ ઘટનાની વિસ્તુત જાણકારી અમેરિકા દ્વારા મેળવવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ઈરાન જ અમેરિકાના દૂતાવાસની આસપાસ આ પ્રહારના હુમલા કરી રહ્યું છે. આમ કરીને ઈરાન અમેરિકા પર દબાણ વધારી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઈરાનના ટોચના સૈન્ય જનરલ જનરલ કાસીમ સુલેમાનીને મિસાઈલ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદથી જ ઈરાન અમેરિકા દૂતાવાસને નિશાન બનાવીને રોકેટ હુમલા કરવા લાગ્યું છે.

આ વીડિયો પણ જુઓ : ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન