rockstar atress nargis fakhri beach hot video viral on social media
  • Home
  • Featured
  • બોલિવૂડની ફેમસ અભિનેત્રીએ શેર કર્યો બોલ્ડ વીડિયો, ફેન્સ બોલ્યાં-તારા અડધા કપડાં ક્યાં છે??

બોલિવૂડની ફેમસ અભિનેત્રીએ શેર કર્યો બોલ્ડ વીડિયો, ફેન્સ બોલ્યાં-તારા અડધા કપડાં ક્યાં છે??

 | 5:01 pm IST

બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફાખરી આજકાલ ફિલ્મોમાં બહુ સક્રિય નથી, પરંતુ તે સોશિયલ મીડિયામાં ખુબ જ પોસ્ટ કરે છે અને તેની પોસ્ટ ખૂબ વાયરલ થતી હોય છે. ફિલ્મ ‘રોકસ્ટાર’થી સિનેમા જગતને હચમચાવી નાખનાર નરગીસ ફાખરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કેલિફોર્નિયામાં સમુદ્રના પથ્થરો પર ચાલી રહી છે.

નરગીસ ફાખરીનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરે છે અને રિએક્શન પણ આપી રહ્યા છે. પરંતુ અમુક ફેન્સએ અભદ્ર ટિપ્પણી કરી છે. બન્યું એવું કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે નરગીસે નીચે એકદમ શોર્ટ કપડાં પહેર્યા છે. તો ફેન્સે કોમેન્ટ કરી રહ્યા છે કે, અડધા કપડાં પહેરવાનું ભૂલી ગઈ કે શું??

નરગીસ ફાખરીના વીડિયોને ટૂંકા સમયગાળામાં 40 હજારથી વધુ વ્યૂ મળી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેવી રીતે એક પત્થરથી બીજા પત્થર તરફ ચાલી રહી છે. નરગીસ ફાખરીએ ગયા વર્ષે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને અમેરિકન એડલ્ટ મેગેઝિન પ્લેબોય માટે શૂટિંગની ઓફર મળી છે. નરગીસ ફાખરીએ કહ્યું: “જ્યારે હું મોડેલિંગ કરતી હતી ત્યારે ‘પ્લેબોય’નું કોલેજ વર્ઝન આવતું હતું. મારા એજન્ટે કહ્યું હતું કે, તે છોકરીઓને પૂછે છે અને તેણે તને જોવાનું પસંદ કર્યું છે તો શું તું આવું કંઇક કરવા માંગે છે? મતલબ કે પ્લેબોય ખૂબ મોટો છે અને પૈસા ઘણા વધારે છે. પછી મેં કહ્યું ના આભાર. હું જ્યાં છું ત્યા સારી છું. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન