ચાર વર્ષની બાળકીને આરપાર થઈ ગયો સળિયો છતાં અદભૂત બચાવ - Sandesh
  • Home
  • India
  • ચાર વર્ષની બાળકીને આરપાર થઈ ગયો સળિયો છતાં અદભૂત બચાવ

ચાર વર્ષની બાળકીને આરપાર થઈ ગયો સળિયો છતાં અદભૂત બચાવ

 | 12:42 pm IST

કૈલારસના સર્વજીત કા પુરામાં રહેતી ચાર વર્ષની બાળકી અનન્યાના પેટને આરપાર ત્રણ ફૂટ લાંબો સળિયા ઘૂસી ગયો હતો, પરંતુ તેનો ચમત્કારીક બચાવ થયો હતો.

બાળકી અનન્યાને તાત્કાલિક ગ્વાલિયર લઈ જવાઈ હતી. ઓપરેશન કરીને બાળકીને આરપાર થયેલો સળિયા દૂર કરાયો છે. અનન્યાના પરિવારના સભ્ય સતેન્દ્ર ધાકડે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે ચાર વાગે અનન્યા ધાબા પર રમતી હતી. તેના હાથમાં સળિયો હતો. ધાબા પરથી નીચે ઉતરતી વખતે અનન્યા લપડી પડી હતી અને સળિયો પેટને આરપાર થઈ ગયો હતો.

અનન્યાને તાત્કાલિક કૈલાશની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પરંતુ સર્જરીની સુવિધા ન હોવાથી તેને સાંજે સાડા પાંચ વાગે ગ્વાલિયર મોકલી દેવાઈ હતી. ગ્વાલિયર પહોંચતા દોઢ કલાક લાગ્યા હતાં. દોઢ કલાક પછી અનન્યા ગ્વાલિયર પહોંચી હતી. આ સમયમાં બાળકીને ચાર કલાક સુધી અસહ્ય પીડા વેઠવી પડી હતી. ગ્લાવિયરમાં બાળકીને જેએએચના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાઈ છે. રાતે તેનું ઓપરેશન કરાયું હતું. હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન