રોજર ફેડરરે 8મી વખત વિમ્બલડન જીતીને રચ્યો ઈતિહાસ, 36 વર્ષમાં 19 ગ્રાન્ડ સ્લેમ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • રોજર ફેડરરે 8મી વખત વિમ્બલડન જીતીને રચ્યો ઈતિહાસ, 36 વર્ષમાં 19 ગ્રાન્ડ સ્લેમ

રોજર ફેડરરે 8મી વખત વિમ્બલડન જીતીને રચ્યો ઈતિહાસ, 36 વર્ષમાં 19 ગ્રાન્ડ સ્લેમ

 | 10:54 pm IST

સ્વિટ્ઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે ક્રોએશિયાના મારિન સિલિચને ૬-૩, ૬-૧, ૬-૪થી સીધા સેટમાં પરાજય આપતાં વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી લીધું હતું.ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં ફેડરરનું આ રેકોર્ડ આઠમું ટાઇટલ છે. વિમ્બલ્ડનમાં આઠ વખત ચેમ્પિયન બનનાર રોજર ફેડરર વિશ્વનો પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે. ફેડરરે બ્રિટનના રેનશો અને અમેરિકાનો પેટ સામ્પ્રાસને પાછળ છોડયા હતા. આ બંને પણ અહીં સાત-સાત વખત વિમ્બલ્ડનમાં ચેમ્પિયન રહી ચૂક્યા છે.

રોજર ફેડરરે વિમ્બલ્ડનમાં પ્રથમ રાઉન્ડથી લઈ ફાઇનલ સુધીની સફરમાં એકેય સેટ ગુમાવ્યા વિના સતત ૧૯ સેટ જીતી કારકિર્દીનું ૧૯મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. ૧૯૭૬ બાદ એકેય સેટ ગુમાવ્યા વિના ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. ૧૯૭૬માં બજોર્ન બોર્ગે એકેય સેટ ગુમાવ્યા વિના ટાઇટલ જીત્યું હતું.

એક કલાક ૪૩ મિનિટ સુધી ચાલેલી વિમ્બલ્ડનની ફાઇનલ મેચમાં ૩૫ વર્ષીય રોજર ફેડરર અને મારિન સિલિચ પ્રથમ સેટમાં ૨-૨ની બરાબરી કરી લીધી હતી ત્યારે ફેડરરે સિલિચની સર્વિસ બ્રેક કરતાં ૩-૨ની લીડ મેળવી લીધી હતી. ફેડરરે પોતાની ર્સિવસમાં છઠ્ઠી ગેમ જીતી ૪-૨થી સરસાઈ મેળવી હતી. સાતમી ગેમમાં સિલિચે જીત મેળવી લીડ ઘટાડી હતી પરંતુ ફેડરરે આઠમી ગેમપોતાના નામે કર્યા બાદ ફેડરરે સિલિચની ર્સિવસ બ્રેક કરી પ્રથમ સેટ ૬-૩થી જીતી લીધો હતો. બીજા સેટમાં ફેડરરે સિલિચને મેચમાં પરત ફરવાની તક આપ્યા વિના ફરી બે વખત ર્સિવસ બ્રેક કરતાં ૬-૧થી વિજય મેળવી લીધો હતો.

બીજા સેટ વખતે સિલિચને પગમાં દુઃખાવો થયો હોવાથી મેડિકલ ટ્રિટમેન્ટ લીધી હતી. સિલિચ સ્વસ્થ થયા બાદ ત્રીજા સેટમાં ફેડરરને જોરદાર ટક્કર આપી રહ્યો હતો જેને કારણે બંને એક સમયે ૩-૩ની બરાબરી પર હતા. આ સમયે ફેડરરે સિલિચની ર્સિવસ બ્રેક કરી સતત બે ગેમ જીતતાં ૫-૩ની સરસાઈ મેળવી લીધી હતી. સિલિચે નવમી ગેમ જીતી હતી પરંતુ ૧૦મી ગેમમાં ફેડરરે સિલિચને હરાવી ત્રીજો સેટ ૬-૪થી જીતી ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

ફેડરરની ફાઇનલ સુધીની સફર
પ્રથમ રાઉન્ડમાં ડોલ્ગોપોવોલ સામે ૬-૩, ૩-૦થી વિજય
બીજા રાઉન્ડમાં લાજોવિકને ૭-૬, ૬-૩, ૬-૨થી હરાવ્યો
ત્રીજા રાઉન્ડમાં મિશા ઝવેરેવ સામે ૭-૬, ૬-૪, ૬-૪થી વિજય
ચોથા રાઉન્ડમાં દિમિત્રોવને ૬-૪, ૬-૨, ૬-૪થીહરાવ્યો
ક્વાર્ટર ફાઇનલમાં રાઓનિક સામે ૬-૪, ૬-૨, ૭-૬થી વિજય
સેમિફાઇનલમાં ટોમસ ર્બિડચને ૭-૬, ૭-૬, ૬-૪થી હાર આપી
ફાઇનલમાં સિલિચ સામે ૬-૩, ૬-૧, ૬-૪થી વિજય

ફેબ્યુલસ ફેડરર
વિમ્બલ્ડનમાં છેલ્લે વર્ષ ૨૦૧૨માં ચેમ્પિયન બન્યો હતો. ૨૦૧૨ અને ૨૦૧૫માં ૩૫ વર્ષ અને ૩૪૨ દિવસની વયે ઓપન એરામાં સૌથી મોટી વયે વિમ્બલ્ડન જીતનાર પ્રથમ ખેલાડી બન્યો