રોહન આ શું જોઈ રહ્યો છે? - Sandesh
1.6M
1M
1.7M
APPS

રોહન આ શું જોઈ રહ્યો છે?

 | 1:27 am IST

પેરન્ટિંગ : ડો. સ્વાતિ નાયક

“કલ્પેશભાઈ તમારો રોહન કલાસમાં જરાય ધ્યાન નથી આપતો. કદાચ તમે ટયૂશન અપાવ્યું હશે. બાકી પાસ થાય એવી શક્યતા નથી. આ તો તમે રસ્તે મળ્યા એટલે કહ્યું..જોકે આમ પણ હું એક બે દિવસમાં બેન્કમાં આવવાનો જ હતો. ત્યારે તો કહેવાનો જ હતો. તમે બેન્કમાં મને આટલી બધી મદદ કરો છો તો મારીય ફ્રજ ખરી ને..”

સુનિલભાઈ આમેય વધુ બોલતા. તેમાં કલ્પેશભાઈ સાથે દોસ્તી. રોહન હોશિયાર હતો. ક્વિઝ, વક્તૃત્વ, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓમાં ભાગ લેતો. નંબર પણ લાવતો. એટલે સુનિલસરનો માનીતો..એટલે કલ્પેશભાઈ દેખાયા કે તરત એમને ફ્રિયાદ કરી જ દીધી.

જોકે વાત ગંભીર જ હતી. છેલ્લાં બે ત્રણ મહિનાથી રોહન બિલકુલ બદલાતો જતો હતો. શરૂ-શરૂમાં છોકરીઓ સાથે છૂટથી બોલતો રોહન છોકરીઓથી દૂર રહેવા લાગ્યો ત્યારે તો સુનિલસરને થયેલું કે રોહન બાળકમાંથી કિશોર થયો એટલે શરમાળ થયો હશે, પણ સ્કૂલના તોફની ગણાતાં છોકરાઓ સાથે તો એ તોફન કરવામાં હોશિયાર થઈ ગયો હતો; અને આવતી જતી છોકરીઓની ટીખળ કરતો થઈ ગયો હતો, પણ એ વાત કલ્પેશભાઈને કહેવી કે ન કહેવી એ અવઢવમાં સુનિલસરે થોડું કહ્યું થોડું ન કહ્યું ને છૂટા પડયા.

કલ્પેશભાઈએ ઘરે જઇ ભાવનાબેનને વાત કરી. ભાવનાબેને તરત કહ્યું , “હું કહેવાની જ હતી. રોહન બદલાઇ રહ્યો હોય એવું લાગે છે, પહેલાં તો સ્કૂલેથી આવીને મને આખા દિવસમાં શું બન્યું એ બધી વાત કરતો, પણ હવે તો આવીને ફેન લઇ એના રૂમમાં જ જતો રહે છે. હવે ક્યાં તો કમ્પ્યૂટર ક્યાં તો ફેન લઈને બેસી રહે..હું જાઉં તો બંધ કરી દે. મને એમ કે ભણવાનું ટેન્શન હશે, પણ તમે ખબર લાવ્યા કે એ ભણવામાં પણ પાછળ છે તો શું થયું હશે?”

“ ધ્યાન તો રાખવું જ પડશે..” બોલી કલ્પેશભાઈએ ભાવનાબેનને રોહન પર નજર રાખવા કહ્યું. એક દિવસ એ લેપટોપ લઇ બેઠો હતો ત્યાં એનો મિત્ર બોલાવવા આવ્યો. એની સાથે વાત કરવા રોહન બહાર ગયો. ભાવનાબેન એનાં રૂમમાં ગયા. એના કમ્પ્યૂટરને એની જગ્યાએ મૂકવા હાથમાં લીધું, પણ જ્યાં કમ્પ્યૂટર અડકયા ત્યાં ચાલુ થઈ ગયું.. એમાં દ્રશ્યો જોઇ ભાવનાબેન તો ડઘાઈ જ ગયા. કલ્પેશભાઈ એમને શોધવા એમની પાછળ આવ્યા તેય સ્ક્રીન પર ચાલતા દ્રશ્યો જોઇ અવાક થઈ જોતાં જ રહ્યાં, “આ શું?” એટલું પૂછતાં જ ભાવનાબેને એમને લેપટોપ બતાવી કહ્યું, ‘આપણો રોહન આવી ગંદી ફ્લ્મિ જોતાં શીખ્યો? કેવી રીતે?’,

કલ્પેશભાઈને હવે રોહનની વર્તણૂક સમજાવા લાગી.. એને ઈન્ટરનેટ પર પોર્ન સાઈટ જોવાનો ચસકો લાગ્યો હતો..ક્યાંથી? કેવી રીતે? એ બધા પ્રશ્નો કરતાં મોટો પ્રશ્ન હતો ‘હવે શું કરવું? કેવી રીતે રોહનને સમજાવવો? ‘

પેરન્ટિંગ જેટલું  સહેલું લાગે છે એટલું જ અઘરું – જટિલ  પણ છે. બાળકો ક્યારે, ઔકેવી  જીદ કરશે એ નક્કી નથી હોતું. તો અમુક સમયે માતા-પિતાના દિલના આ ટુકડા અમુક  પ્રકારનું વર્તન શા માટે કરે છે એ પણ  સમજાતું નથી. બાળકોનાં આવા વર્તનને લગભગ તમામ માતા-પિતા અલગ-અલગ રીતે હેન્ડલ ઔકરે છે. ‘નારી’ એ એવી  શ્રેણી   શરૂ ઔકરી  છે .જેમાં બાળકોની વિશેષ પ્રકારની વર્તણૂક કે જીદનો ઔકેવી રીતે ઉકેલ લાવી ઔશકાય તે માટે સૂચનો કરવા વાલીઓને નિમંત્રણ  આપવામાં આવે છે. તમારે તમારા ઉકેલ [email protected] ઉપર ચાર દિવસમાં મોકલવાના રહેશે. આગામી મંગળવારે પસંદ થયેલા વાલીઓના ઔઉકેલ અહીં રજૂ કરવામાં આવશે, તેની સાથે લેખક શું ઉકેલ સૂચવે છે તે પણ રજૂ કરવામાં આવશે. વાલીઓ, ખાસ કરીને માતાનાં સૂચનો બાળકોના ભવિષ્ય માટે લાભદાયક બની રહેશે.

  • તંત્રી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન