રોહિતે કહ્યું આફ્રિકાની આ નીતિથી સાવધાન રહેવું ખુબ જરૂરી - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રોહિતે કહ્યું આફ્રિકાની આ નીતિથી સાવધાન રહેવું ખુબ જરૂરી

રોહિતે કહ્યું આફ્રિકાની આ નીતિથી સાવધાન રહેવું ખુબ જરૂરી

 | 6:33 pm IST

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ કહ્યું કે, સાઉથ આફ્રિકન ટીમનું બોલિંગ આક્રમણ વિશ્વમાં સૌથી સારું છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના ઘર આંગણે ઘણો સારો દેખાવ કરે છે પરંતુ સાઉથ આફ્રિકાનું આક્રમણ ઘણું અલગ છે. તેમની પાસે વેરાઇટી છે અને અનુભવ છે.

રબાદા અને મોર્કેલ વધુ ઊંચા છે. ડેલ સ્ટેન પાસે નવા અને જૂના બોલને ઉપયોગ કરવાનો અનુભવ છે. ફિલાન્ડર હોમ ગ્રાઉન્ડ પર ઘણો ખતરનાક સાબિત થાય છે. તેમની બોલિંગ લેન્થ કોઇ પણ બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરે છે.

ન્યૂલેન્ડ્સની પીચ પર ઓછા ઉછાળની શક્યતા
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે પાંચમી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ન્યૂલેન્ડ્સની પીચ પર સાઉથ આફ્રિકા ઇચ્છે છે તેવો ઉછાળ મળે તેવી શક્યતા ઓછી છે. ઘણા વર્ષોથી અહીં પાણીની સમસ્યાને કારણે ઘરેલુ ટીમની ઇચ્છા મુજબ પીચ તૈયાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે. રિપોર્ટ મુજબ લોકોને પ્રત્યેક દિવસ ૮૭ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવા પર રોક લગાવાઈ છે.

ન્યૂલેન્ડ્સના મેદાન કર્મીના મતે પીચ પર અમે પ્રત્યેક દિવસ બોરહોલ સપ્લાય દ્વારા પાણી આપીએ છીએ પરંતુ આઉટફિલ્ડ પર અમે એક અઠવાડિયામાં બે વખત જ પાણી આપી રહ્યાં છીએ. આથી પીચ જેટલી અમે જોવા માગીએ છીએ તેટલી ગ્રીન નહીં હોય. તેમ છતાં ક્યુરેટરે આશા વ્યક્ત કરી છે કે, તેઓ વધુ ઉછાળભરી પીચ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.