Rohit sharma and Jasprit Bumrah chat video goes viral
  • Home
  • Corona live
  • ‘હિટમેન’ની દીકરી બનશે ભવિષ્યની ’બુમરાહ’! Video ચેટમાં રોહિતે કહ્યું- સમાયરાએ…

‘હિટમેન’ની દીકરી બનશે ભવિષ્યની ’બુમરાહ’! Video ચેટમાં રોહિતે કહ્યું- સમાયરાએ…

 | 12:24 pm IST

ચીનથી ફેલાયેલ કોરોના વાયરસના કારણે આખા દેશમાં હાલ લોકડાઉન છે. તેથી ક્રિકેટર્સ પોતાના ઘરે રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ઉપરાંત એક-બીજા સાથે વીડિયો ચેટ પણ કરી રહ્યા છે. વન ડેમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહના એક એવા જ વીડિયો ચેટની ક્લિપ મુંબઈ ઇન્ડિટન્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં રોહિતની દીકરી સમાયરા બુમરાહની બોલિંગ એક્શનને કોપી કરતા નજરે આવી રહી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) માં રોહિતની કેપ્ટનશિપ વાળી ટીમ મુંબઈ ઇન્ડિયન્સ(MI)માં બુમરાહ પણ રમે છે. બંને ટીમ ઇન્ડિયામાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. રોહિત અને બુમરાહનો આ ચેટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. અને ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં રોહિત તેની એક વર્ષની દીકરી અને પત્ની રિતિકા સાથે નજરે આવી રહ્યો છે.

વીડિયોમાં રોહિત કહે છે કે,‘સમાયરાએ જે બોલરની એક્શન કોપી કરી છે તો તે માત્ર બુમરાહ છે.’ આ વચ્ચે રિતિકા સમાયરાને એક્શન કરવાનું કહે છે. ત્યારે સમાયરા પણ હાથથી ક્યુટ એક્શન કરે છે. બુમરાહ પણ આ જોઈ ખુશ થઈ જાય છે અને કહે છે કે સમાયરાની ચોઈસ સારી છે. તેને બોલિંગ એક્શન માટે સારા બોલરની પસંદગી કરી છે. માત્ર બે કલાક પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને અત્યાર સુધી 2 લાખથી પણ વધુ લોકોએ જોયો છે.

આ વીડિયો પણ જુઓ: ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીએ જણાવી આપવીતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન