Rohit Sharma and Jusprit Bumrah live chat video goes viral
  • Home
  • Corona live
  • પંતે ‘હિટમેન’ને આપી ચેલેન્જ તો Live ચેટમાં રોહિતે કહ્યું- એક વર્ષ થયું નથી ક્રિકેટ રમતા…

પંતે ‘હિટમેન’ને આપી ચેલેન્જ તો Live ચેટમાં રોહિતે કહ્યું- એક વર્ષ થયું નથી ક્રિકેટ રમતા…

 | 2:43 pm IST

કોરોના વાયરસના કારણે દેશમાં હાલ લોકડાઉન છે. જેના કારણે બધા સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ રદ કરવામાં આવ્યા છે. જેથી બધા ખેલાડીઓ હાલ ઘરમાં રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે અને ક્રિકેટર્સ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટના માધ્યમથી ફેન્સ સાથે જોડાઈ રહ્યા છે.

આ ક્રમમાં બુધવારે રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહે ઇંસ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરી. આ દરમિયાન બંને મળીને રિષભ પંતને જબરદસ્ત ટ્રોલ કર્યો. લાઇવ ચેટ દરમિયાન બુમરાહે રોહિતને કહ્યું કે પંત ઇચ્છે છે કે તે રોહિત સાથે મુકાબલો કરે કે કોણ વધારે મોટા શોટ્સ લગાવી શકે છે. આ અંગે રોહિતે પંતને ટ્રોલ કરતા કહ્યું કે,‘મારી સાથે મુકાબલો કરવો છે? એક વર્ષ થયું નથી ક્રિકેટ રમતા, અને તેને છગ્ગાનું કોમ્પ્ટિશન કરવું છે.’

બુમરાહ અને રોહિત શર્માના લાઈવ ચેટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે કોરોનાના કારણે 29 માર્ચથી શરૂ થતી આઈપીએલ ટુર્નામેન્ટ પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ: કોરોનાને લઈ સુરેન્દ્રનગરમાં કલેક્ટરનું ચેકિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન