Rohit Sharma and Virat Kohli May made record Partnership against WI
  • Home
  • Sports
  • Cricket
  • INDvsWI: કોહલી-રોહિત રચી શકે છે આ મોટો રેકોર્ડ, ‘ચાઇનામેન’ કુલદીપ પણ આ સિદ્ધીની નજીક

INDvsWI: કોહલી-રોહિત રચી શકે છે આ મોટો રેકોર્ડ, ‘ચાઇનામેન’ કુલદીપ પણ આ સિદ્ધીની નજીક

 | 11:07 pm IST

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની નજર વેસ્ટઇન્ડીઝ સામે આજે એટલે કે બુધવારે સિરીઝના અંતિમ અને ત્રીજા વન ડે મેચમાં એક નવો રેકોર્ડ બનાવવા પર હશે. ભારત અને વેસ્ટઇન્ડીઝની આ મેચ ક્વિન્સ પાર્ક, પોર્ટ ઓફ સ્પેન, ત્રીનીદાદ ખાતે રમાઈ રહી છે. જોકે મેચમાં વરસાદનું વિધ્ન સતત જોવા મળ્યું છે.

આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી વન ડે ક્રિકેટમાં વેસ્ટઇન્ડિઝ સામે 1000 રનની ભાગેદારી કરવા માટે માત્ર 27 રન દૂર છે. જો કોહલી અને શર્મા આ રેકોર્ડ બનાવવામાં સફળ થાય તો વન ડે કિકેટમાં વેસ્ટઇન્ડીઝ સામે 1000 રનની ભાગેદારી કરનાર આ પહેલી જોડી બનશે. આ દરમિયાન ચાઇનામેન કુલદીપ યાદવ પણ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની જશે. 24 વર્ષના આ બોલરે 53 વન ડે મેચમાં 96 વિકેટ ઝડપ્યા છે.

જો કુલદીપ ચાર વિકેટ લેવામાં કામયાબ થાય તો તેઓ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શામીનો રેકોર્ડ તોડી દેશે. શામીએ 56 વન ડે મેચમાં કુલ 100 વિકેટ ઝડપ્યા છે.

આ વીડિયો પણ જુઓ: મોરબીમાં ૨૯૦૦ ફૂટના ત્રિરંગા સાથે સ્વતંત્ર યાત્રા યોજાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન