Rohit Sharma becomes the captain of the T20 team, the careers of some spin bowlers will be in trouble
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • રોહિત શર્મા ટી-20 ટીમનો કેપ્ટન બનતા જ ખતરામાં આવી જશે આ દિગ્ગજોનું કરિયર

રોહિત શર્મા ટી-20 ટીમનો કેપ્ટન બનતા જ ખતરામાં આવી જશે આ દિગ્ગજોનું કરિયર

 | 12:27 pm IST
  • Share

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ નિર્ણય લીધો છે કે તે આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ટીમનું કેપ્ટન પદ છોડી દેશે. આવામાં વિરાટ બાદ આ પદ માટે સૌથી મોટા દાવેદાર દિગ્ગજ ઓપનર રોહિત શર્મા છે. રોહિત દ્વારા કેપ્ટનનું પદ સંભાળ્યા બાદ કેટલાક મોટા બદલાવ થવા નક્કી છે. એ વાત પણ જાહેર છે કે બાકીના કેપ્ટનો માફક રોહિત પણ કેપ્ટનશીપ સંભાળ્યા બાદ પોતાની પસંદના ખેલાડીઓને ટીમમાં સ્થાન આપશે. આવામાં એક યુવા સ્પિન બોલર એવો છે જેનું કરિયર રોહિતની કેપ્ટનશીપ હેઠળ બનવું ફાઇનલ છે.

જો રોહિત શર્મા ટી-20 ટીમનો કેપ્ટન બની જાય તો લેગ સ્પિનર રાહુલ ચાહરનું ટીમ ઇન્ડિયામાં સ્થાન પરમનેન્ટ થઇ જશે. 21 વર્ષના લેગ સ્પિનર રાહુલ આઇપીએલમાં રોહિતની જ કેપ્ટનશીપવાળી મુંબઇ ઇન્ડિયન્સ માટે રમે છે. માત્ર આટલું જ નહી તેને આ વર્ષે પ્રથમવાર ટી-20 વર્લ્ડકપ રમવાની તક મળી છે. તાજેતરમાં જ શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલ ટી-20 સિરીઝમાં પણ રાહુલે પોતાની બોલિંગથી તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા. ટી-20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં રાહુલે માત્ર 5 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 7 વિકેટો લીધો છે. ત્યાં જ 38 IPL મેચોમાં તેના નામે 41 વિકેટ છે.

દિગ્ગજોનું ટેંશન વધી જશે

રાહુલ ચાહરનું સ્થાન ટીમમાં પાક્કુ થઇ જાય તો મોટામોટા દિગ્ગજોનું ટેંશન વધી જશે. ટીમના મુખ્ય સ્પિનર રહેલા યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનું કરિયર ખુબ જ મુશ્કેલીમાં પડી શકે છે. ચહલ અને કુલદીપ બંન્નેમાંથી કોઇને પણ ભારતના ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ બંન્ને જ બોલરોનું પત્તુ રાહુલ ચાહર અને વરૂણ ચક્રવર્તીએ કાપી નાંખ્યું છે. આવમાં ભવિષ્યમાં ચહલ અને કુલદીપના સ્થાન પર ખતરો તો જરૂર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો