Rohit Sharma Called Chahal a Match Winner Player
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાનાં સૌથી મોટા મેચ વિનરને કોહલીએ રાખ્યો’તો બહાર, રોહિતે ટીમમાં રમાડી કર્યાં વખાણ

ટીમ ઈન્ડિયાનાં સૌથી મોટા મેચ વિનરને કોહલીએ રાખ્યો’તો બહાર, રોહિતે ટીમમાં રમાડી કર્યાં વખાણ

 | 5:31 pm IST

ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી દીધી. આ જીતમાં રોહિત શર્માએ 85 રનોની ધમાકેદાર પારી રમી હતી. જો કે, આ જીતની સ્ક્રિપ્ટ એકલાં રોહિત શર્માએ લખી ન હતી. ભારતની જીતમાં યુજવેન્દ્ર ચહલનો પણ મોટો ભાગ છે. જેણે પોતાની દમદાર બોલિંગથી બાંગ્લાદેશની ટીમને ધૂળ ચટાડી હતી. ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ મુકાબલામાં રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો તો ચહલને ગેમ ચેન્જરનો એવોર્ડ મળ્યો. ચહલે પોતાના બોલથી મેચની બાજી પલટી નાખી હતી.

ટી-20 ક્રિકેટની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયાના સૌથી મોટા મેચ વિનર્સમાંનો એક છે. ચહલે ભારત માટે 12 મેચોમાં 2 કે તેથી વધારે વિકેટ હાંસલ કરી છે અને તે મેચોમાંથી 10 મેચોમાં ભારતને જીત મળી છે. એટલે કે, ચહલે કોઈ ટી-20 મેચમાં બે વિકેટ લીધી હોય તો, ભારતને 83 ટકા મેચોમાં જીત મળે છે.

યુઝવેન્દ્ર ચહલ સૌથી વધારે વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. ચહલનાં 25 વિકેટ છે અને તેણે બુમરાહ (24)ને પાછળ રાખી દીધો છે. ભારતમાં સૌથી વધારે 39 ટી-20 વિકેટ રાશિદ ખાને લીધી છે. સાફ છે કે, ચહલ ભારતના સૌથી મોટા મેચ વિનર્સમાંનો એક છે. પણ તેમ છતાં તેનેે છેલ્લી બે ટી-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી ન હતી.

કેમ કે, કોહલી અને ટીમ મેનેજમેન્ટની ઈચ્છા હતી કે, ટીમમાં એવાં સ્પિનર્સને રાખવામાં આવે કે જે બેટિંગ પણ કરી શકે. અને એ જ કારણે ચહલને ટીમમાં જગ્યા આપવામાં આવતી ન હતી. પણ કેપ્ટનશિપ રોહિતનાં હાથમાં આવતાં જ ચહલને ટી-20 મેચમાં રમવાનો મોકો મળ્યો. મેચ બાદ રોહિત શર્માએ ચહલનાં ભરપેટ વખાણ કર્યા હતા અને તેને મેચ વિનર ખેલાડી ગણાવ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને આપી ક્લિનચીટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન