Rohit Sharma Comes in support of Rishabh Pant, Said- Leave him Alone
  • Home
  • Sports
  • Cricket
  • ઋષભ પંતના સમર્થનમાં રોહિત શર્મા ખુલ્લેઆમ આવ્યો મેદાને, કહ્યું- પ્લીઝ, તેને એકલો છોડી દો…

ઋષભ પંતના સમર્થનમાં રોહિત શર્મા ખુલ્લેઆમ આવ્યો મેદાને, કહ્યું- પ્લીઝ, તેને એકલો છોડી દો…

 | 6:24 pm IST

રોહિત શર્માએ શનિવારે ટીકાઓનો સામનો કરી રહેલાં ઋષભ પંતનું સમર્થન કરતાં ટીકાકારોને કહ્યું કે, તે ફક્ત ટીમ મેનેજમેન્ટની રણનીતિ પર અમલનો પ્રયાસ કરી રહ્યો છે. અનેક સમયે પંતનાં શોટ સિલેક્શનને લઈ ટીકાઓ થઈ છે. અને રાજકોટમાં બાંગ્લાદેશની સામે બીજી ટી-20 મેચમાં તેની ખરાબ વિકેટકીપિંગની પણ ખુબ જ ટીકાઓ થઈ હતી.

કેપ્ટન રોહિતે બાંગ્લાદેશની સામે અહીં ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ પહેલાં કહ્યું કે, દરેક દિવસ, દરેક મિનિટ ઋષભ પંત અંગે ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. મને લાગે છે કે, તેને એ જ કરવું જોઈએ જે તે મેદાન પર કરવા માગે છે. હું બધાને વિનંતી કરું છું કે, થોડા સમય માટે ઋષભ પંત પરથી નજર ફેરવી લો. રોહિતે કહ્યું કે, તે એક નીડર ક્રિકેટર છે અને અમે તેને એ જ આઝાદી આપવા માગીએ છીએ. અને જો તમે થોડા સમય માટે પોતાની નજર તેનાથી દૂર રાખશો તો તે સારું પ્રદર્શન કરી શકશે.

રોહિત દિલ્હીનાં આ યુવા ખેલાડીની સતત ટીકાઓથી ખુશ નથી. તેણે આ અંગે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, તે 22 વર્ષનો યુવા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની એક જગ્યા હાંસલ કરવા માટે મહેનત કરી રહ્યો છે. તે મેદાન પર કાંઈ પણ કરે છે તો લોકો તેનાં અંગે વાત કરવાનું શરૂ કરી દે છે. આ યોગ્ય નથી. મને લાગે છે કે, આપણે તેને તેની રીતે જ ક્રિકેટ રમવા દેવું જોઈએ જે તે વાસ્તવમાં કરવા માગે છે.

આ વીડિયો પણ જુઓઃ

રામમંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન