Rohit Sharma Completed 5000 Runs In IPL, Become Third Batsman
  • Home
  • Sports
  • Cricket
  • રોહિત શર્માએ બનાવ્યો વધુ એક રેકૉર્ડ, IPL ઇતિહાસમાં આ કારનામું કરનારો ત્રીજો બેટ્સમેન બન્યો

રોહિત શર્માએ બનાવ્યો વધુ એક રેકૉર્ડ, IPL ઇતિહાસમાં આ કારનામું કરનારો ત્રીજો બેટ્સમેન બન્યો

 | 8:51 pm IST

આઈપીએલ 2020ની 13મી મેચમાં ગુરૂવારના મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ ઉપલબ્ધિ મેળવી છે. પંજાબની વિરુદ્ધ આ મેચમાં 2 રન બનાવતા જ રોહિતે આઈપીએલમાં પોતાના 5 હજાર રન પૂરા કરી લીધા છે. હિટમેને ચોગ્ગાની સાથે આઈપીએલમાં પોતાના 5 હજાર રન પુરા કર્યા છે.

5 હજાર રન બનાવનારો ત્રીજો બેટ્સમેન બન્યો

મેચ પહેલા 4998 રન બનાવ્યા બાદ રોહિત શર્માએ મોહમ્મદ શમીની પહેલી અને ઇનિંગની બીજી ઑવરમાં પોતાનું ખાતુ ખોલ્યું. આ 4 રનની સાથે તે આઈપીએલમાં 5 હજાર રન બનાવનારો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા વિરાટ કોહલી અને સુરેશ રૈનાએ આ કારનામું કર્યું છે. આઈપીએલમાં જો સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલીનું નામ સૌથી ઉપર આવે છે.

બીજા નંબર પર સુરેશ રૈના

વિરાટ કોહલીએ 180 મેચમાં 5430 રન બનાવ્યા છે અને તે ટોચ પર છે. તો બીજા નંબર પર સુરેશ રૈનાનું નામ છે. રૈનાએ 193 મેચોમાં 5368 રન બનાવ્યા છે. રોહિત શર્મા આઈપીએલમાં 31.63ની સરેરાશથી 37 અડધી સદી અને એક સદી પણ લગાવી ચુક્યો છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 130.97 રહી છે.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતના ખેડૂતોની વધી શકે છે મુશ્કેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન