Rohit Sharma Followed Virat Kohli On Twitter
  • Home
  • Sports
  • Cricket
  • રોહિત શર્માએ કોહલીને ટ્વિટર પર કર્યો અનફૉલો, બંને વચ્ચે નથી બધું બરાબર?

રોહિત શર્માએ કોહલીને ટ્વિટર પર કર્યો અનફૉલો, બંને વચ્ચે નથી બધું બરાબર?

 | 2:43 pm IST

ફેન્સ તેમના સ્ટાર્સની દરેક ગતિવિધિઓ પર નજર રાખતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર પણ ફેન્સ તેમનો ફેવરેટ સ્ટાર કોને ફોલો કરે છે અને કોને નહી તેનું પણ ધ્યાન રાખે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલી ચર્ચાનો વિષય બન્યા છે. રોહિત શર્માને એશિયા કપ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે. તો હવે ફરી રોહિત શર્મા ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સે રોહિત શર્મા સામે નારાજગી દર્શાવી છે અને તેનું કારણ તેણે વિરાટ કોહલીને અનફૉલો કરી દીધો છે તે છે.

રોહિતે વિરાટને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કરતા ફેન્સ તેનો ઉધડો લઇ રહ્યા છે. રોહિત કુલ 46 લોકોને ટ્વિટર પર ફૉલો કરી રહ્યો છે જેમાં વિરાટ કોહલી સામેલ નથી. આ 46 માં યુવરાજ સિંહ, ઝહીર ખાન, પ્રવીણ કુમાર, આંજિક્ય રહાણે, ધવલ કુલકર્ણી, તન્મય મિશ્રા, દિનેશ કાર્તિક, ગૌતમ ગંભીર, રવિચંદ્રન અશ્વિન, અજીત અગરકર, એડમ ગિલક્રિસ્ટ, પ્રજ્ઞાન ઓઝા, હરભજન સિંહ, ભુવનેશ્વર કુમાર, અનિલ કુંબલેનાં નામ સામેલ છે. આ ઉપરાંત શિખર ધવન, સચિન તેંડુલકર, જોસ બટલર, એબી ડિવિલિયર્સ, સૌરવ ગાંગુલી, એમએસ ધોની, શાર્દુલ ઠાકુર, પાર્થિવ પટેલ, મુરલી વિજયનાં નામ સામેલ છે પરંતુ વિરાટ કોહલીનું નામ સામેલ નથી.

સોશિયલ મીડિયા યૂઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું બંને વચ્ચે બધું બરાબર તો છે ને? લોકોનું કહેવું છે કે રોહિત શર્મા અન્ય ક્રિકેટરોને ફૉલો કરે છે તો ટીમનાં કપ્તાનને કેમ ફૉલો કરી રહ્યો નથી? આ ઉપરાંત લોકોએ હર્ષા ભોગલે અને આકાશ ચોપરાને પણ આ મામલે પ્રશ્નો કર્યા છે.