Rohit Sharma Got Emotional after Rajkot T-20 Match
  • Home
  • Sports
  • Cricket
  • 100મી ટી-20માં તોફીની પારી રમીને ઈમોશનલ થયો રોહિત શર્મા, દેશ માટે કહી આ મોટી વાત

100મી ટી-20માં તોફીની પારી રમીને ઈમોશનલ થયો રોહિત શર્મા, દેશ માટે કહી આ મોટી વાત

 | 4:27 pm IST

બાંગ્લાદેશની સામે તોફાની પારી રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખુબ જ ઈમોશનલ થઈ ગયો અને સોશિયલ મીડિયા પર તેણે ભાવુકતા જાહેર કરી હતી. ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં બાંગ્લાદેશની સામે ટી-20 મેચોની સીરિઝમાં ટીમની કમાન સંભાળી રહેલાં રોહિત માટે બીજી ટી-20 ખુબ જ ખાસ હતી. રાજકોટમાં રમાયેલ મેચ રોહિતના કેરિયરની 100મી ઈન્ટરનેશનલ ટી-20 મેચ હતી અને તેણે આ મેચમાં 43 બોલમાં 85 રન ફટકાર્યા હતા.

આ સાથે તે સીરિઝમાં ટીમ ઈન્ડિયાની જીતની ઉમ્મીદોને જીવતી રાખવામાં સફળ રહ્યો છે. બીજી ટી-20 શરૂ થયા પહેલાં કેપ્ટન રોહિતને શિવમ દુબે પાસેથી 100મી ટી-20 કેપ મળી હતી. જેના પર ભારતનો હિટમેન ખુબ જ ભાવુક થઈ ગયો. આ ફોટાને તેણે સોશિયલ મીડિયા પર શેર કરતાં રોહિતે કહ્યું કે, તે દેશ માટે કાંઈ કરવાનો મોકો આપવા માટે ઋણી છું.

રોહિતે સીરિઝની પહેલી મેચમાં નવ રન જ બનાવ્યા હતા. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે, બીજી ટી-20 મેચમાં તેના પણ દબાણ હશે, પણ રાજકોટમાં જે રિતે તે બેટિંગ કરતો હતો, તેને જોઈને લાગી રહ્યું હતું કે તે વિપક્ષી ટીમ પર દબાણ બનાવવા માટે આવ્યો છે. મેચ બાદ રોહિત શર્માએ જણાવ્યું કે, તે બાંગ્લાદેશના સ્પિનર હુસૈનની ઓવરમાં છ સિક્સ મારવા માગતો હતો. તેણે તેની ઓવરમાં 3 સિક્સ મારી હતી.

આ વીડિયો પણ જુઓઃ

રાજકોટના જેતપુરમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજી આવેદન અપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન