Rohit Sharma Hits 22th Odi Century In India Vs Australia First One Day
  • Home
  • Sports
  • Cricket
  • ગિલક્રિસ્ટને પછાડી રોહિત શર્માએ નોંધાવી મોટી સિદ્ધિ, ફટકારી વિસ્ફોટક 22મી સદી

ગિલક્રિસ્ટને પછાડી રોહિત શર્માએ નોંધાવી મોટી સિદ્ધિ, ફટકારી વિસ્ફોટક 22મી સદી

 | 5:02 pm IST

ભારતીય ઓપનર રોહિત શર્માએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા પહેલી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારી છે. કરિયરની 22મી સદી ફટકારતાની સાથે જ રોહિતે એક ખાસ ઉપલબ્ધિ પણ પોતાના નામે કરી લીધી છે. જો કે, હવે બન્ને ટીમોની વચ્ચે રમાયેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તેના માટે તેમણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટને પછાડી દીધો છે.

મેચમાં રોહિતે 133 રન બનાવીને આઉટ થયો હતો. તેને 110 બોલમાં સદી પુરી કરી હતી. એટલું જ નહીં, તેને મુશ્કેલ સમયમાં મહેન્દ્રસિંહ ધોનીની સાથે મળીને ટીમને સંભાળી હતી. પોતાની 128 બોલની ઇનિંગમાં રોહિતે 10 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી.

તમને જણાવી દઇએ કે, રોહિત પહેલા ત્રીજા સ્થાન પર રહેલા ગિલક્રિસ્ટે બન્ને ટીમોની વચ્ચે રમાયેલી વનડે મેચોમાં કુલ 1622 રન બનાવ્યા હતા. આટલા રન તેમણે 46 મેચોમાં બનાવ્યા હતા. તેમાં તેમના નામે એક સદી અને 12 અડદી સદીનો સમાવેશ થાય છે.

યાદીમાં ટોપ પર સચિન
આ યાદીમાં ટોપ પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 71 વનડે મેચ રમી જેમાં તેમણે 3077 રન બનાવ્યા છે. તેમાં 9 સદી અને 15 અડધી સદીનો સમાવેશ થાય છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન રિકી પોન્ટિંગનું નામ છે. તેમના નામે 59 મેચોમાં 2164 રન બનાવ્યા છે.

તમને જણાવી દઇએ કે, પહેલી વનડેમાં રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 29મી મેચ છે. તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અત્યાર સુધી 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. એટલું જ નહીં, તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેવડી સદી પણ ફટકારી છે. આ વાત 2013ની છે, જ્યારે તેને બેંગ્લુરુંમાં 158 બોલ પર 16 સિક્સર અને 12 ચોગ્ગા લગાવીને ડબલ સેન્ચુરી પુરી કરી હતી.