rohit sharma instruct to mayank agarwal dressing room video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ડ્રેસિંગ રૂમમાંથી રોહિતનો વીડિયો થયો વાયરલ, ‘મયંક ધડાધડ રન ફટકારી આજે જ મેચ પુરી કર’

ડ્રેસિંગ રૂમમાંથી રોહિતનો વીડિયો થયો વાયરલ, ‘મયંક ધડાધડ રન ફટકારી આજે જ મેચ પુરી કર’

 | 11:22 am IST

બાંગ્લાદેશ સામે પહેલા ટેસ્ટના બીજા દિવસે શુક્રવારે ભારતના બેટ્સમેન મયંક અગ્રવારે ફાડુ બેટિંગ લકરીને બધાનો પરસેવો છોડાવી દીધો હતો. 243 રન ફટકાર્યા હતા. છેલ્લા 4 ટેસ્ટ મેચથી મયંકે જોરદાર બાજી મારી છે. પરંતુ આ વચ્ચે એક વીડિયો ખુબ વાયરલ ખઈ રહ્યો છે. જ્યારે મયંક છગ્ગા પર છગ્ગા મારી રહ્યો હતો ત્યારે ડ્રેસિંગ રૂમમાંથી રોહિત શર્મા તેને સલાહ આપી રહ્યા છે.

રોહિત શર્માએ જે કર્યું એ કેમેરામાં કેદ થઈ ગયું અને વીડિયો વાયરલ થઈ ગયો છે. રોહિત તેને ઈશારો કરી રહ્યો છે કે ધડાધડ રન ફટકારી આજે જ મેચને પુરી કરી નાખ.

ઉલ્લેખનીય છે કે, બીજા દિવસે મયંક અગ્રવાલે ડબલ સેન્ચુરી ફટકારી હતી. મેચ સમાપ્ત થવા સુધી ભારતે 114 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 493 રન બનાવી લીધા છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા (60 રન) અને ઉમેશ યાદવ (35) રને અણનમ રહ્યા હતા. તો જુઓ આ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન